<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

રૂપિયા આપવા આવનારા વિક્રમે ટ્રાફિક વોર્ડન શાહબાઝને ટીપ્‍સ આપી હતીઃ એસીપી રાધીકા ભારાઇ

 

 દરમિયાન એસીપી રાધીકા ભારાઇએ જણાવ્‍યું હતું કે ફરિયાદી સમીરભાઇ પંડયાએ વેપારી શૈલેષભાઇ પાસેના પોતાના નાણા પરત મંગાવ્‍યા ત્‍યારે શૈલેષભાઇએ મારો માણસ રેસકોર્ષ લવગાર્ડન પાસે તમને પૈસા આપી જાય છે તેમ કહ્યા બાદ કીયઅ કાર લઇને આવેલો શખ્‍સ રોકડ આપી ગયો હતો. એ સાથે જ આરોપીઓ પહોંચી ગયા હતાં અને રોકડ લૂંટી લીધી હતી. કીયા કાર લઇ પૈસા આપવા આવનાર શખ્‍સ વિક્રમ હતો. તેણે જ ટ્રાફિક વોર્ડન શાહબાઝને ટીપ્‍સ આપી હતી. વિક્રમની શોધખોળ થઇ રહી છે. તેમ એસીપી રાધિકા ભારાઇએ વધુમાં જણાવ્‍યું હતું.

દરમિયાન એવી પણ ચર્ચા છે કે વોર્ડન શાહબાઝને વિક્રમે કહ્યું હશે કે વેપારી પાસેના પૈસા જીએસટી વગરના છે, તેને થોડા ડરાવવાની તોડપાણી થઇ જશે. પણ બાદમાં વોર્ડન સહિતના ચારેયએ થોડી ઘણી રકમનો તોડ કરવાને બદલે ૩૨ લાખની રોકડનો આખો થેલો જ લૂંટી લીધો હતો.(૧૪.૬)

(2:35 PM IST)