તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th October 2025
કાલથી જુનાગઢમાં ૩ દિવસ કોટેચા પરિવારનો સેવાયજ્ઞઃ ગરબીની હજારો બાળા ઓને ભોજન

જુનાગઢ, તા.૯: છેલ્લા ૨૧ વર્ષથી જુનાગઢ શહેરમાં કોટેચા પરિવાર દ્વારા એક અનોખો સેવાયજ્ઞ સતત આયોજિત કરવામાં આવે છે. પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, શ્રીમતી ગીતાબેન કોટેચા તથા પરિવારજનોના સંકલ્પથી શરૂ થયેલો આ સેવા ઉત્સવ એક પ્રેરણાષાોત બની રહ્યો છે.
દર વર્ષે નવરાત્રી પર્વ દરમિયાન ત્રણ દિવસ સુધી - આ વર્ષે તા. ૧૦,૧૧ અને ૧૨ (શુક્ર, શનિ અને રવિ) - શહેર તથા આસપાસના ગામડાંમાંથી આવતા આશરે ૨૫૦ ગરબી મંડળોની ૨૦,૦૦૦ થી વધુ દીકરીઓને કોટેચા પરિવાર દ્વારા ભોજન પ્રસાદ આપવામાં આવે છે.
આ સેવા યજ્ઞની ખાસિયત એ છે કે ભોજન પહેલાં દીકરીઓનું પરંપરા મુજબ કુમકુમ તિલક કરી, પગ ધોઈ અને લાણી આપી સન્માન કરવામાં આવે છે. પછી સૌને એક સાથે બેસાડી ભોજન કરાવવામાં આવે છે.
બાળાઓ અને બહેનોને કાર્યક્રમ સુધી સરળતાથી પહોંચાડી શકાય તે માટે દરરોજ ૫૦ બસોની વિશેષ વ્યવસ્થા પણ પરિવાર દ્વારા કરવામાં આવે છે. અંતિમ દિવસે કાર્યક્રમમાં વિકલાંગ બાળકો, વળદ્ધાશ્રમની બહેનો તથા પ્રજ્ઞાક્ષ દીકરીઓને ખાસ આમંત્રિત કરી સન્માન સાથે ભોજન પ્રસાદ અપાય છે.
આ પ્રસંગ ગિરિરાજ વિલા, ગિરનાર રોડ, જુનાગઢ ખાતે ગીરીશભાઈ કોટેચા, શ્રીમતી ગીતાબેન કોટેચા, પાર્થ કોટેચા, શ્રીમતી ચાંદનીબેન કોટેચા, જમાઈ નિલય રૂપારેલીયા તથા શ્રીમતી શ્વેતા રૂપારેલીયા - કોટેચા પરિવાર દ્વારા યોજાયેલ છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
