<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

ભૂતપૂર્વ પત્‍ની ધનશ્રી વર્માના ચીટિંગ કરતો હોવાના આરોપ વાહિયાતઃ યુઝવેન્‍દ્ર ચહલ

ભૂતકાળને ભૂલીને ખૂબ આગળ વધી ગયો છું પણ અમુક લોકો ત્‍યાં જ અટવાયેલા છે તેનું ઘર આજે પણ મારા નામે ચાલે છે

નવી દિલ્‍હીઃ ભારતીય ક્રિકેટર યુઝવેન્‍દ્ર ચહલે તેની ભૂતપૂર્વ પત્‍ની ધનશ્રી વર્મા દ્વારા તેના પર લગાડવામાં આવેલા છેતરપિડીના આરોપોને ફગાવી દેતાં કહ્યું હતું તેણે ભૂતકાળને પાછળ છોડી દીધો છે અને હવે તે તેની રમત અને જીવન પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહ્યો છે. તેના માટે એ પ્રકરણ હંમેશ માટે સમાપ્ત થઈ ગયું છે.

તાજેતરમાં એક રિયલિટી શો દરમ્‍યાન ધનશ્રીએ આરોપ લગાવ્‍યો હતો કે લગ્નના બે મહિના બાદ તેની સાથે ચીટિગ કરી રહ્યો હતો. તેનો આ આરોપ સોશ્‍યલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. ચહલે આખરે આ બાબતે મૌન તોડયું હતું અને ગુરુગ્રામમાં તેના ઘરે આપેલા એક ઇન્‍ટરવ્‍યુમાં કહ્યું હતું કે હું એક રમતવીર છું અને હું ચીટિંગ કરતો નથી. જો કોઈ લગ્નના બે જ મહિનામાં ચીટિગ કરતો હોય તો શું સબંધ સાડાચાર વર્ષ સુધી ટકી શકે ખરા? મેં પહેલાં પણ કહ્યું છે કે હું ભૂતકાળને ભૂલીને આગળ વધી ગયો છું અને દરેક જણે એવું જ કરવું જોઈએ, પણ કેટલાક લોકો હજી પણ ત્‍યાં જ અટવાયેલા છે. તેમનાં ઘર મારા નામથી ચાલી રહ્યાં છે. આજે છેલ્‍લી વાર હું મારા ભૂતકાળ વિશે વાત કરી રહ્યો છું.

પોતાની લેટેસ્‍ટ રિલેશનશિપ વિશે ચહલે હસતાં-હસતાં કહ્યું હતું કે ‘હું સિગલ છું અને હાલ તુરંત તો કોઈની સાથે સબંધ બાંધવાનો કોઈ ઈરાદો નથી'.

(3:51 PM IST)