તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th October 2025
બેટ દ્વારકામાં ‘પૂ.ભાઇશ્રી'ના વ્યાસાસને ભાગવત કથાનો આરંભ
મસ્કતના દાતા અશ્વિનભાઇ નેણસી પરિવારના સહયોગથી લોકોને ધર્મ લાભ મળવાનો પ્રારંભઃ સંતો મહંતોના આશીર્વાદથી સોનામાં સુગંધ ભળી, શ્રોતાઓ રસ તરબોળ

(આલાપ ભરતભાઈ બારાઈ દ્વારા) ઓખા તા.૯: બેટ દ્વારકાના પાવન ધામ ખાતે અશ્વિનભાઈ ધર્મસિંહ નેંણસી પરિવાર (મસ્કત)ના પ્રેરણાથી શ્રીમદ્ ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ થયો છે. આ પવિત્ર પ્રસંગે વિશ્વવિખ્યાત વક્તા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ શ્રીકળષ્ણના દિવ્ય જીવનચરિત્ર પર આધારીત સમગ્ર કથાનો આરંભ કર્યો હતો. કથાના પ્રથમ દિવસે જ ઓખા મંડળ તેમજ આસપાસના ભક્તજનો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિ અને આનંદનો અનુભવ કર્યો હતો.કાર્યક્રમમાં મુખ્ય ઉપસ્થિતિ તરીકે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે સૌરભભાઈ પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું દ્રષ્ટિવિજન એ છે કે બેટ દ્વારકાને વિશ્વના નકશા પર એવું પવિત્ર સ્થાન બનાવવું, જ્યાં શ્રીકળષ્ણના દરેક કણમાં દિવ્યતાનો અહેસાસ થાય.
બિપિનભાઈ ભટ્ટે જણાવ્યું કે, ‘શ્રીમદ્ ભાગવત તથા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની કથા સાંભળવાનો લાભ એ ભાગ્યશાળી વ્યક્તિને જ મળે છે, જેણે પૂર્વજન્મના પુણ્યથી એવો અવસર મેળવ્યો હોય.' આ પ્રસંગે રામજી મંદિર, ગોંડલના જયરામદાસજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમનાં આશીર્વચનોથી સમગ્ર કાર્યક્રમનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ વધુ ઊંચું ઊઠ્યું હતું.આ દિવ્ય પ્રસંગે સમગ્ર બેટ દ્વારકા તથા ઓખા મંડળ ભક્તિમય બની ઉઠ્યું હતું. ભજન, સંકીર્તન અને કથાનાં મર્મસભર પાથરણાથી દ્વારકા ધામમાં અલૌકિક આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
