<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

આઈન બીમ આંતરરાષ્‍ટ્રીય સેમિનારમાં મહાનુભાવો દેશ વિદેશના વૈજ્ઞાનિકો સાથે ચિંતન

ભારતીય પરંપરાના મંદિરોનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને આર્કિટેક્‍ચર વિષયક દિલ્‍હીના વૈજ્ઞાનિક અંબુજ ત્રિપાઠી દ્વારા વ્‍યાખ્‍યાન અપાયું...

રાજકોટ : સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી અને IUAC ન્‍યૂ દિલ્‍હી સંયુક્‍ત ઉપક્રમે આયોજિત આંતરરાષ્‍ટ્રીય કોન્‍ફરન્‍સ ICNIB-૨૦૨૫નાં બીજા દિવસે પણ આયન બીમ સંશોધન ક્ષેત્રે વૈજ્ઞાનિક ચર્ચા અને જ્ઞાનવિનિમયનું સક્રિય માહોલ સર્જાયું. તજજ્ઞોનાં વ્‍યાખ્‍યાનો, ઓરલ પ્રેઝન્‍ટેશન તથા પોસ્‍ટર પ્રેઝન્‍ટેશન સ્‍પર્ધાઓ આગળ વધી હતી. આ સેમિનારમાં દેશ વિદેશના ૨૦૦થી વધુ વૈજ્ઞાનિકો સાથે રાજકોટ શહેરના મહાનુભાવો સાથે ગોષ્ટી યોજાય જેમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્‍પલભાઈ જોશી, શ્‍યામા રાથ, મેમ્‍બર સેક્રેટરી એઆઇસીટીઈ, નવી દિલ્‍હી, રાજ્‍યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, મેયર નયનાબેન, પોલીસ કમિશનર  બ્રિજેશ કુમાર ઝા, માધવભાઈ દવે, મહામંત્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા, પૂર્વ કુલપતિ સંજીવભાઈ ઓઝા, જીતેન્‍દ્રભાઈ અમલાણી, સહકાર ભારતીના અગ્રણી નરેન્‍દ્ર ભાઈ દવે, પૂર્વ કુલપતિ કમલેશભાઈ જોશીપુરા, ભાવનાબેન જોષીપુરા, સેન્‍ટ ઝેવિયર્સ અમદાવાદના ઊર્વીબેન જોશી, ક્રાઈસ્‍ટ કેમ્‍પસના વડા, નિદતભાઈ બારોટ, રાજેશભાઈ કાલરીયા, કન્‍વીનર નીકેશભાઈ શાહ, ભરત કટારીયા,  સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ડીન, ઈસી મેમ્‍બર, બોમ મેમ્‍બર, જુદા જુદા ભવનના અધ્‍યક્ષ શ્રીઓ, કુલ સચિવ રમેશભાઈ પરમાર અને યુનિવર્સિટીના અધિકારીઓ ઉપસ્‍થિત રહેલ હતા.

ત્રીજા સત્રમાં ડૉ. લાર્સ બ્રોયર (યુનિવર્સિટી ઓફ ડ્‍યુઇસબર્ગ-એસન, જર્મની)એ ‘ટાઈમ રિઝોલ્‍વ્‍ડ આયન-ઇન્‍ડ્‍યુસ્‍ડ ફોટોઇલેક્‍ટ્રોન સ્‍પેક્‍ટ્રોસ્‍કોપીઃ સિંગલ આયન ઈમ્‍પેક્‍ટ્‍સમાંથી અલ્‍ટ્રાફાસ્‍ટ ઇલેક્‍ટ્રોન હીટિંગ' વિષય પર વ્‍યાખ્‍યાન આપ્‍યું. તેમણે સમજાવ્‍યું કે કેવી રીતે એક માત્ર આયન ઇમ્‍પેક્‍ટથી નાના સમયગાળામાં ઇલેક્‍ટ્રોન હીટિંગ થાય છે. ડૉ. ત્રિપાઠીએ એશિયાના વિવિધ પ્રદેશોમાં આવેલા ભારતીય મંદિરોની સ્‍થાપત્‍ય પરંપરાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે સમજાવ્‍યું કે આ મંદિરોમાં વૈજ્ઞાનિક રીતે આયોજન કરાયેલ દિશા, માપદંડો, ધ્‍વનિપ્રતિધ્‍વનિ તથા પ્રકાશના નિયમોનો ઉપયોગ જોવા મળે છે. મંદિરોની રચનામાં પ્રાચીન ભારતીય જ્ઞાનનો જે સચોટ ઉપયોગ થયો છે. આ પ્રવચનથી યુવા સંશોધકોને સમજ મળી કે ભારતીય જ્ઞાન પરંપરા માત્ર ધાર્મિક કે સાંસ્‍કળતિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ અત્‍યંત સમળદ્ધ છે. દિવસના અંતે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના આંગણે રંગારંગ સાંસ્‍કળતિક કાર્યક્રમ યોજાયો.

(3:41 PM IST)