News of Thursday, 9th October 2025
રેલનગરમાં શાક માર્કેટ તથા ફુડ ઝોન બનાવાશે

રાજકોટઃ મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૦૩ માં રેલનગરમાં શાકમાર્કેટ તથા ફૂડ ઝોન બનાવવાનાં કામે રૂ.૫,૨૫,૯૦,૦૦૦/- નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે અંદાજીત ૫૮૧૩.૦૦ ચો.મી. પ્લોટમાં શાક માર્કેટ, મહિલા હોકર્સ ઝોન, ફુટ માર્કેટ, ફૂડ ઝોન, ટોઇલેટ બ્લોક તથા પાર્કીગ કામનો સમાવેશ થાય છે.
આ કામે ઈ-ટેન્ડર દ્વારા ભાવો મંગાવવામાં આવેલ હતા જેમાં નિયત સમયમર્યાદામાં એકમાત્ર ઓફર રજુ કરેલ. જેથી ગુજરાત સરકાર, માર્ગ અને મકાન વિભાગનાં ઠરાવ ક્રમાંક TNC - ૧૦ - ૨૦૧૭ -૦૩ - C (R & B) તા.૧૮/૦૨/૨૦૧૭મુજબ પ્રથમ વખત સિંગલ ટેન્ડર આવે તો રી - ટેન્ડર કરવાની જોગવાઇ અનુસાર રી - ટેન્ડર કરવામાં આવેલ. જેથી ફરીથી બીજા પ્રયત્ને ઇ-ટેન્ડર કરતા ઇ-ટેન્ડર દ્વારા ભાવો મંગાવવામાં આવેલ હતા આ કામ માટે નિયત સમયમર્યાદામાં નીચેની વિગતે એક એજન્સી તરફથી ઓફર રજુ થયેલ. જેને મંજુરી માટે કાલની સ્ટેન્ડીંગમાં રજુ કરવામાં આવી છે.
(3:38 PM IST)










