<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

સોનામાં તેજીને બ્રેક : ૮૦૦ રૂ. ઘટયા

સોનું ૧૦ ગ્રામના ભાવ ૧,ર૭,૦૦૦ રૂ. હતા તે ઘટીને ૧,ર૬,ર૦૦ થયા : ચાંદીમાં ર૦૦ રૂ.નો ઉછાળો

રાજકોટ, તા., ૯:  સોના-ચાંદીમાં ગઇકાલે તેજીના તરખાટ બાદ આજે સોનામાં તેજીને બ્રેક લાગી હતી. જયારે ચાંદીમાં મામુલી ભાવવધારો થયો હતો.

બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ૮૦૦ રૂ. તૂટયા હતા. ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,ર૭,૦૦૦ રૂ. હતા તે ૮૦૦ રૂ. ઘટીને આજે બપોરે ૧,ર૬,ર૦૦ રૂ. થયા હતા. સોનાના બિસ્‍કીટમાં ૮૦૦૦ રૂ. ઘટયા હતા. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧ર,૭૦,૦૦૦ રૂ. હતા તે ઘટીને ૧ર,૬ર,૦૦૦ રૂ. ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

જો કે આજે ચાંદીમાં ર૦૦ રૂ.નો ઉછાળો થયો હતો. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૧,પ૮,૦૦૦ રૂ. હતા તે વધીને આજે ૧,પ૮,ર૦૦ રૂ. થયા છે. 

(3:18 PM IST)