તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th October 2025
બાળકો સાથે જોડાયેલા સાયબર ક્રાઇમના વધતા બનાવો ગંભીર

પોરબંદર, તા.,૯ : દેશમાં બાળકો સાથે જોડાયેલા સાયબર ક્રાઈમના બનાવો ઝડપથી વધી રહ્યા છે.અજાણ્યા લોકો સાથેની ઓનલાઇન વાતચીત, ગેમ્સ અને સોશિયલ મીડિયા દ્વારા બાળકો ખતરામાં ફસાઈ શકે છે.
શાળાના સ્તરે જ સાયબર સુરક્ષાની જાગળતિ આપવી જરૂરી છે. ટેકનોલોજી આપણા જીવનનો અગત્યનો ભાગ છે,પરંતુ તેનો ઉપયોગ જ્ઞાનપુર્વક અને જવાબદારીપુર્વક થવો આવશ્યક છે.
આજકાલ આપણા દેશમાં બાળકો સાથે જોડાયેલા સાયબર ક્રાઇમના બનાવો ઝડપથી વધી રહ્યા છે.આ જ ગંભીર મુદ્દે સુપરસ્ટાર અક્ષયકુમારે પોતાની દીકરી સાથે જોડાયેલો એક અનુભવ શેર કર્યો છે અને દેશના દરેક માતા-પિતાને સાવચેત રહેવા માટે સંદેશો આપ્યો છે. અક્ષયકુમારની દીકરી ૧૩ વર્ષની છે.અક્ષયકુમારની પ્રશંસા કરવી જોઈએ કે તેમણે પોતાની લોકપ્રિયતાનો ઉપયોગ ફિલ્મોના પ્રમોશન માટે નહી, પણ એક ગંભીર સામાજિક મુદ્દે જાગળતિ ફેલાવવા માટે કર્યો છે. તેઓ વારંવાર આવા વિષયો પર બોલીને લોકોમાં જાગળતિ લાવે છે.
આજે સાયબર ક્રાઇમ માત્ર યુવાનો, મહિલાઓ કે વડીલો સુધી મર્યાદિત નથી, પણ નાના બાળકો પણ તેના શિકાર બની રહ્યા છે. સાયબર ક્રાઇમના બનાવો સતત વધી રહ્યા છે અને આ ચિંતાનો વિષય છે. આજના સમયમાં નાના બાળકો પણ મોબાઈલ, લેપટોપ અને ટેબલેટનો લાંબો સમય ઉપયોગ કરે છે. બાળકો શૈક્ષણિક વિડિયો, ગેમ્સ, સોશિયલ મીડિયા, ચેટ માટે ઓનલાઇન રહે છે. જેમ-જેમ બાળકોની ઉંમર વધે છે,ખાસ કરીને ૬ વર્ષની ઉંમર પછી, તેઓ વધુ સમય ગેમ્સ, ચેટિંગ અને સોશિયલ મીડિયામાં વિતાવે છે. ઘણા બાળકો અજાણ્યા લોકો સાથે ઓનલાઇન વાતચીત કરે છે કે ઓનલાઇન ગેમ રમે છે, જેમાં દુનિયાના કોઈ પણ ખૂણાના લોકો જોડાઈ શકે છે. આજના સમયમાં કેટલાક ગુનેગારો બાળકો સાથે અશ્લીલ ચેટ,ફોટો માંગવા, કે પછી બ્લેકમેલ કરવા જેવી હરકતો કરે છે.
કેટલાક કિસ્સામાં તો બાળકોને હિંસક કળત્યો માટે ઉકસાવવામાં પણ આવે છે. એટલા માટે આજના સમયમાં ટેકનોલોજીનો સાચો ઉપયોગ શીખવવો અત્યંત આવશ્યક છે.
શાળાઓમાં સાયબર સુરક્ષા અંગેની એક ખાસ ક્લાસ હોવો જોઈએ.બાળકોને શાળાના સ્તરે જ સાયબર સુરક્ષાની જાગળતિ આપવી જરૂરી છે. શાળાઓમાં સમયાંતરે સાયબર સુરક્ષા વિષયક સ્પર્ધાઓ અને કાર્યક્રમો યોજવા જોઈએ.આથી બાળકોને રસપ્રદ રીતે શીખવાની તક મળે.બાળકોને ખતરનાક વેબસાઈટ,લિંક્સ અને અજાણ્યા લોકો સાથેની વાતચીતથી બચવાનું શીખવવું જોઈએ.નાના બાળકો મોબાઈલ કે અન્ય ગેજેટ વાપરે ત્યારે તેમના ઉપયોગ પર નજર રાખવી જરૂરી છે. તમે મોબાઈલની હિસ્ટ્રી દ્વારા જાણી શકો કે તેઓ શું જોઈ રહ્યા છે.કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ચેટ ન કરો અને તેમની સાથે ગેમ ન રમો.કારણ કે શકય છે કે જે વ્યક્તિ બાળક તરીકે દેખાય છે, તે વાસ્તવમાં કોઈ મોટો વ્યક્તિ હોય અને ખોટા ઈરાદા ધરાવતો હોય.
આલેખન
રામદેવભાઇ મોઢવાડીયા
પોરબંદર(૪.૭)
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
