તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th March 2025
રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ-કારોબારી પ્રમુખ અકિલાના આંગણે
પવિત્ર ૧૦૮ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભાવભર્યુ આમંત્રણ પાઠવવા : અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્ઠી કિરીટભાઇ ગણાત્રાના આર્શીવાદ સાથે શુભેચ્છા મેળવતા રાજુભાઇ પોબારૂ અને ડો. નિશાંતભાઇ ચોટાઇ

રાજકોટ, તા. ર૬: વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા પિતૃઓના મોક્ષાર્થે અને તેઓના આત્માની શાંતિ માટે ચૈત્રી નવરાત્રી તા. ૩૦ માર્ચથી પ એપ્રિલ, ર૦રપ દરમ્યાન રાજકોટના વિશાળ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ પ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને પવિત્ર ૧૦૮ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય-જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.
અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્ઠી, રાજકોટ લોહાણા મહાજનને હરહંમેશ હુંફ પુરી પાડનાર શ્રી કિરીટભાઇ ગણાત્રાને અલૌકીક-દિવ્ય ભાગવત સપ્તાહનું ભાવભર્યુ આમંત્રણ પાઠવતા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ અકિલાના આંગણે પધાર્યા હતા.
શ્રી રાજુભાઇ પોબારૂ અને ડો. નિશાંતભાઇ ચોટાઇએ પવિત્ર ઉપેણું અને ફુલહાર-પ્રસાદ સાથે શ્રી કિરીટભાઇ ગણાત્રાને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું પ્રસન્નતા સાથે સહદય આમંત્રણ પાઠવ્યું હતું. સાથે સાથે બન્ને પ્રમુખોએ શ્રી કિરીટભાઇ ગણાત્રાના આર્શીવાદ અને શુભેચ્છા મેળવ્યા હતા. જે તસ્વીરમાં જોઇ શકાય છે.(૬.૩)
(10:24 AM IST)










