<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

ખેડૂતોના હિતની વાતો પણ માર્કેટિંગ યાર્ડમાં સુવિધાઓ માટે ૮૫.૮૪ કરોડ ન વપરાયા

એપીએમસીમાં ખુલ્લામાં પડી રહેતા પાકને માવઠાથી નુકસાનનો સરકારનો સ્વીકાર

ગાંધીનગર,તા.૨૬: રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષથી સતત માવઠુ અને અતિભારે વરસાદ પડતો હોવાથી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડી રહેતા કૃષિ પાકને નુકસાન થતું હોવા છતાં એપીએમસીમાં સુવિધાઓ ઉભી કરવા સરકારે ૮૫.૮૪ કરોડ રૃપિયાની રકમ છેલ્લા બે વર્ષથી વાપરી નહીં હોવાનો ઘટસ્ફોટ વિધાનસભામાં થયો છે.

કોંગ્રેસના શૈલેષ પરમારે વિધાનસભા ગૃહમાં માર્કેટિંગ યાર્ડમાં ભૌતિક સુવિધા ઉભી કરવા છેલ્લા બે વર્ષમાં કેટલી રકમ ફાળવી અને કેટલી રકમ વણવપરાયેલી રહી તે અંગે સવાલ કર્યો હતો. જેના લેખિત જવાબમાં સહકાર વિભાગે જણાવ્યું હતું કે ૨૦૨૨-૨૩માં ૬૨.૫૦ કરોડની જોગવાઇ કરાઈ હતી તેમાંથી ૧૪.૮૦ કરોડની રકમ વપરાઇ હતી અને ૪૭.૭૦ કરોડની રકમ વણવપરાયેલી રહી હતી. વર્ષ ૨૦૨૩-૨૪માં ૬૧.૫૦ કરોડની જોગવાઇ કરાઇ હતી તેમાંથી ૨૩.૩૬ કરોડની રકમ વપરાઇ હતી અને ૩૮.૧૪ કરોડની રકમ વણવપરાયેલી રહી હતી.(૪૦.૫)

(4:20 PM IST)