News of Wednesday, 26th March 2025
પીને વાલે કો : નોએડામાં દારૂ પીનારા માટે ‘બમ્પર' ઓફર, લોકો તૂટી પડયાં...
એક પર એક બોટલ આપવાની બમ્પર ઓફરને કારણે દારુની દુકાનો પર જોરદાર ભીડ

નોએડાઃ યુપીમાં દારુ પીનારા માટે એક આનંદના સમાચાર જાણવા મળ્યા છે અને દારુ ખરીદવા ઈચ્છતા હો તો નોએડાની અમુક દુકાનોદારોએ બમ્પર ઓફર આપી છે. નોએડામાં અમુક દારુની દુકાનવાળાએ એક પર એક બોટલ આપવાની બમ્પર ઓફરને કારણે દારુની દુકાનો પર જોરદાર લોકોની ભીડ જામી રહી છે.
સરકારના નિયમને કારણે દુકાનદારોની નવી ઓફર : ઉત્તર પ્રદેશના એક્સાઈઝ વિભાગ દ્વારા નાણાકીય વર્ષ ૩૧ માર્ચે પૂરું થઈ રહ્યું છે, તેથી સરકારના નિયમો અનુસાર દારુના દુકાનદારોએ રાતના બાર વાગ્યા સુધી પોતાના સ્ટોક પૂરો કરવાનો રહેશે નહીં તો સરકારના સ્ટોકમાં જમા કરવાની રહેશે અને એના વેચાણ પર પણ પ્રતિબંધ રહેશે. એને કારણે દારુ પીનારા ગ્રાહકો માટે એક પર એક બોટલ આપવાની જાહેરાત કરી છે. આ ઓફરને કારણે સમગ્ર લોકો દારુ ખરીદવા માટે પડાપડી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, લોકો દારુની બોટલ નહીં, પણ પેટીઓ ખરીદવા માટે તૂટી પડયા છે.
નોએડા સેક્ટરના અઢાર અને અન્ય વિસ્તારની દારુની દુકાનોમાં જોરદાર લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો બોટલ ખરીદી રહ્યા નથી, પરંતુ પેટીઓ ખરીદી રહ્યા છે. અગાઉ લોકોને દિલ્હીમાં એક પર એક ફ્રીની ઓફર મળી છે, પરંતુ હવે લોકોને નોએડામાં પણ ઓફર મળવાથી લોકોમાં દારુ ખરીદવા માટે લોકોમાં ઉત્સાહ વધ્યો છે.(૨૩.૪)
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
