તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th March 2025
પ્રો. સંજય પંડયા પ્રકરણમાં સંપુર્ણ ન્યાયીક તપાસ કરવા શૈક્ષિક સંઘની કુલપતિને રજુઆત
અનુસ્નાતક કક્ષાએ અભ્યાસક્રમ પુર્ણ થયા બાદ જ પરીક્ષા યોજવા અધ્યાપકોની માંગ

રાજકોટ, તા. ર૬: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની પરીક્ષાના સમય પત્રક તેમજ પ્રોફેસર સંજય પંડયા પ્રકરણ સંબંધે શૈક્ષિક સંઘના આગેવાનોએ આજે કુલપતિને રજુઆત કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ શૈક્ષિક સંઘના આગેવાનો ડો. કમલભાઇ મહેતા, ડો. રવિસિંહ ઝાલા, ડો. ભરતભાઇ રામાનુજ, ડો. શૈલેષભાઇ પરમાર, સંજયભાઇ ભાયાણી, પ્રો. ભરતભાઇ ખેર, પ્રો. હિતેષભાઇ શુકલ, પ્રો. પરડવા, પ્રો. પટેલ, પ્રો. નિકેષ શાહ, પ્રો. સોલંકી સહીતના પ્રોફેસરો કુલપતિ ડો. ઉત્પલ જોશી ને રજુઆત કરી હતી કે, અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ ક્રમ મોડો પુર્ણ થતો હોય પરીક્ષા માર્ચ માસમાં ન યોજવા અપીલ કરી છે.
શૈક્ષિક સંઘના આગેવાનો એ અર્થશાષા ભવનના પ્રો. સંજય પંડયા સામે થયેલી ફરીયાદની સંપુર્ણ ન્યાયીક તપાસ કરવા માંગણી કરી છે. ખોટી અરજીઓ કરીને અધ્યાપકોને પીડા આપનાર તત્વો સામે કડક પગલા ભરવા અનુરોધ કરેલ છે.(૬.૧૯)
(3:43 PM IST)










