<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

વિવાદો વચ્ચે કોમેડિયન કુણાલ કામરાએ શેર કર્યો નવો વિડિઓ :મોંઘવારી અંગે સરકાર કર્યા પ્રહાર : જુઓ વિડિઓ

કોમેડિયનએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક નવો વીડિયો શેર કર્યો અને કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણનું નામ લીધા વિના નિશાન સાધ્યું

મુંબઈ : કોમેડિયન કુણાલ કામરા આજકાલ શિવસેનાના દિગ્ગજ નેતાનું નામ લીધા વિના તેમના પર કરેલી ટિપ્પણીને કારણે વિવાદોમાં ઘેરાયેલા છે. આ દરમિયાન, તે સતત તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પેરોડી ગીતના વીડિયો શેર કરી રહ્યો છે. બુધવારે, કોમેડિયનએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક નવો વીડિયો શેર કર્યો અને કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધ્યું છે.

તાજેતરના વિડિયો ક્લિપમાં, કુણાલ કામરા વધુ એક પેરોડી ગીત ગાતા જોવા મળે છે, જેમાં મોંઘવારી પર કટાક્ષ કરવામાં આવ્યો છે . આ વીડિયોમાં તેઓ મોંઘવારી અંગે સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણનો પણ ઉલ્લેખ કરી રહ્યા છે. વીડિયોમાં, કોમેડિયન ટેક્સ પર પણ ટિપ્પણી કરી રહ્યો છે.

કુણાલના આ વીડિયો પર લોકો પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો કુણાલના આ વીડિયોની પ્રશંસા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે લોકશાહી માટે ટીકા જરૂરી છે.  ત્યારે કેટલાક લોકો એમ પણ કહે છે કે કુણાલના આ વીડિયો સાથે, ઔરંગઝેબ સાથે સંબંધિત પ્રકરણ હવે બંધ થઈ ગયું છે. લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ બહાર આવી રહી છે.

 

(6:21 PM IST)