તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Wednesday, 26th March 2025
ગોંડલના ગોમટા ફાટક પાસે છકડો વાહનની ઠોકરે ચડતાં ભીખાભાઇનું મોત
ગોંડલથી માલ ભરીને લીલાખા જતા હતાં ત્યારે બનાવઃ રાજકોટમાં સારવારમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૬: ગોંડલના ગોમટા પાસે છકડો રિક્ષાને અજાણ્યા વાહને ઉલાળી દેતાં લીલાખા ગામના ભીખાભાઇ રાયાભાઇ ગીડનું ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું હતું.
લીલાખા રહેતાં ભીખાભાઇ ગીડ-રબારી ગત સાંજે છકડો રિક્ષામાં ગોંડલથી માલ ભરીને પોતાના ગામે જઇ રહ્યા હતાં ત્યારે ગોમટા ફાટક પાસે ઘડીયાળના કારખાના નજીક પહોંચ્યા ત્યારે અજાણ્યા વાહન ચાલકે છકડાને ઠોકરે ચડાવતાં ભીખાભાઇને ગંભીર ઇજા થતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ પરિવારના એકના એક આધારસ્તંભ હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.
(2:31 PM IST)










