<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

ગોંડલમાં પૂ. હરિચરણદાસજી મહારાજની પુણ્‍યતિથિ નિમિતે શ્રી રામજી મંદિરે પૂ. રમેશભાઇ ઓઝાના હસ્‍તે સત્‍સંગ ભવન, આશ્રમ, સંત આવાસનું ભૂમિપૂજન

મહામંડલેશ્વર ૧૦૦૮ પૂ. હરિચરણદાસજી મહારાજની પુણ્‍યતિથી નિમિતે... : પૂ. જયરામદાસજી મહારાજ, પૂ. ડો. રામેશ્વરદાસજી મહારાજ, પૂ. રઘુરામબાપા, ડો. રવિદર્શનજી સહિતનાની ઉપસ્‍થિતી

ગોંડલઃ પરમ પૂજય સદગુરૂદેવ શ્રી હરિચરણદાસજી મહારાજની તૃતીય પુષ્‍યતિથિ નિમિતે શ્રી રામજી મંદિર ગોંડલ ખાતે પૂ. ભાઇ શ્રી રમેશભાઇ ઓઝાના હસ્‍તે નવ નિર્મિત સત્‍સંગ ભવન, આશ્રમ, સંત આવાસનું ભૂમિ પૂજન કરવામાં આવ્‍યું હતું. આ તકે પૂ. જયરામદાસજી મહારાજ, પૂ. રધુરામબાપા સહિતના ઉપસ્‍થિત રહયા હતા.(તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ર૬ :..   ગોંડલ રામજી મંદિરના મહંત જયરામદાસજી બાપુ ની આજ્ઞાથી  સુપ્રસિદ્ધ રામજી મંદિર ખાતે ભવ્‍યાતીભવ આશ્રમ નું ૧૧ કરોડના ખર્ચે આશ્રમના નિર્માણનું  ભૂમિપૂજ કરવામાં આવ્‍યું હતું . આ ભૂમિપૂજન  પૂ. રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી), તથા પ.પૂ. શ્રી ડોં. રામેશ્વરદાસજી મહારાજના વરદ હસ્‍તે કરાયું  હતું જયારે શ્રી ચેતનભાઈ વિનોદભાઈ ચગ - આફ્રિકા, શ્રી ઘનશ્‍યામભાઈ જીવરાજભાઈ જોબનપુત્રા - આફ્રિકા તથા યોગેશભાઈ ગોપાલજી કોટક આફ્રિકા મુખ્‍ય યજમાન તરીકે જોડાયા હતા.

 ભૂમિ પૂજન પ્રસંગે મહારાજા હીમાંશુસિંહજી, રાજ કુમાર જ્‍યોતિમર્યસિંહજી ઓફ હવા મહેલ, ભુવનેશ્વરી મંદિરના અધ્‍યક્ષ ડો. રવિદર્શનજી, પ.પૂ. રઘુરામ બાપા ભગત પરિવાર - વીરપુર, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, નાગરિકબેંક ચેરમેન અશોકભાઈ પીપળીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્‍પેશભાઈ ઢોલરીયા, નગરપાલિકા કારોબારી ચેરમેન ક્રિપાલસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ પિન્‍ટુભાઈ ચુડાસમા, રાજેન્‍દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો સંતો મહંતો ઉપસ્‍થિત રહ્યા હતા. સાથે સાથે સાધુ સંતો નો ભંડારો તેમજ મહાઙ્ઘસાદ યોજાયો હતો.  તેમજ મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરિચરણદાસજી મહારાજના બ્રહ્મ લીન દિન ફાગણ વદ - ૧૧ ને ત્રણ  વર્ષ પૂર્ણ થતા તેમની પુણ્‍યતિથિ નિમિતે પાદુકા પૂજન, શાંતિ પાઠ, ઙ્કતિમા પૂજન, અસ્‍થિ સમાધિ મંદિર ખાતે ષોડસોપચાર પાદુકા પૂજન સહીત નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સંતો - મહંત, મહાનુભાવો, સમાજ શ્રેષ્ટિઓ, ગુરુભાઈ બહેનોએ આ અમૂલ્‍ય અવસરમાં મોટી સંખ્‍યા માં લાભ લીધો હતો. રામજી મંદિરના મહંત શ્રી જયરામજીદાસજી બાપુના વરદ હસ્‍તે પ.પૂ. સદગુરુદેવ હરિચરણદાસજી મહારાજ માર્ગનું ઉદ્દઘાટન કરવામાં આવ્‍યું હતું.

 ભૂમિપૂજન પ્રસંગે  માહિતી આપતા શ્રી રામજી મંદિર ના ટ્રસ્‍ટ દ્વારા જણાવ્‍યું હતું કે આ આશ્રમ માં ૫૦ જેટલા રૂમ - વિશાળ  સત્‍સંગ હોલ એકી સાથે હજારો લોકો પ્રસાદ લઇ શકે તેવું વિશાળ ભોજન ખંડ વિવિધ ધાર્મિક અને જનરલ નોલેજ પૂરું પડતા પુસ્‍તકો, અને કુદરતી વાતાવરણ સાથે નું ભવ્‍ય ગાર્ડન પણ તૈયાર થશે સાથે સાથે આશ્રમ ની બહાર મુખ્‍ય માર્ગ પર આશ્રમ ખાતે ૨ મુખ્‍ય પ્રવેશ દ્વારા થી મઢવામાં આવશે જે સોમપુરા ના પ્રખ્‍યાત કારીગરો દ્વારા સુંદર આકર્ષક ડિઝાઇન તૈયાર કરવામાં દાતાઓના સહયોગ થી કરોડો ના ખર્ચે ૫૦૦૦ વાર થી વધુ જગ્‍યા માં બંઘોઈ  રહેલા આશ્રમ માં મહંત જયરામદાસજી બાપુ ની ઈચ્‍છા અનુસાર આવનારા દિવસોમાં દરેક ભક્‍તો અને ગુરુભાઈઓ ને અહીં સંપૂર્ણ સગવડતા મળી રહે ભાગવત સપ્તાહ - રામકથા સહીત ના ધાર્મિક આયોજનો કરી શકાશે.

ગોંડલ શ્રી રામજી મંદિરે પૂ. ભાઇશ્રીના હસ્‍તે ૧૧ કરોડના ખર્ચે બનનાર આશ્રમનું ભુમિપૂજન

પૂ. જયરામદાસજી મહારાજ, પૂ. ડો. રામેશ્વરદાસજી મહારાજ, પૂ. રઘુરામબાપા, ડો. રવિદર્શનજી સહિતનાની ઉપસ્‍થિતી

મહામંડલેશ્વર ૧૦૦૮ પૂ. હરિચરણદાસજી મહારાજની પુણ્‍યતિથી નિમિતે...

(11:59 AM IST)