Gujarati News

Gujarati News

  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી સ્મૃતિ મંધાના ઇંગ્લેન્ડની કિયા સુપર ટી-20 લીગમાં ભાગ લેશે. મહત્વનું છે કે, 22 જુલાઈથી શરૂ થઇ રહેલી આ ટી-20 લીગમાં રમનારી સ્મૃતિ પહેલી ભારતયી મહિલા ખેલાડી બનશે. તેણીએ આ લીગમાં વેસ્ટર્ન સ્ટ્રોમ સાથે કરાર કર્યો છે. સ્મૃતિએ આ અંગે કહ્યુ કે, "આ ટૂર્નામેન્ટમાં રમનારી પ્રથમ ભારતીય મહિલા બનવા પર મને ગર્વ છે." access_time 1:02 am IST

  • રેસ-3 ફિલ્મે પહેલા જ દિવસે 29 કરોડની કમાણી કરી :બોક્સઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ :પહેલા જ દિવસની કમાણી બાબતે રેકોર્ડ તોડ્યો :સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફીલ બની access_time 12:50 pm IST

  • દિલ્હી ઉપ રાજ્યપાલની ઓફિસ રાજનિવાસમાં ધરણા પર બેઠેલા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ શનિવારે ઈદના અવસરે એલજી અનિલ બૈજલને ઈદની શુભેચ્છા આપી. પોતાના ટ્વીટમાં સિસોદિયાએ લખ્યું - ઈદ મુબારક સર! તમારા રાજભવનમાં પાંચ દિવસથી બેઠા છીએ. ઈદ મળવાના બહાને બોલાવી લો. 4 દિવસથી ઉપવાસ પર છું. કહે છે કે હોળી, દિવાળી અને ઈદ પર તો દુશ્મનને પણ ગળે લગાવી લેવામાં આવે છે. દિલ્હીના ઉપ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા, સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને વિકાસ, શ્રમ તથા રોજગાર મંત્રી ગોપાલ રાય મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની સાથે ઉપ રાજ્યપાલની ઓપિસમાં ધરણા પર બેઠા છે. સત્યેન્દ્ર જૈને મંગળવારથી અને મનીષ સિસોદિયાએ બુધવારથી ભૂખ હડતાળ શરૂ કરી છે. access_time 9:04 pm IST