Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ખેડા: આણંદ અને વડોદરામાંથી બાઇક ચોરી કરતા બે શખ્સો ઝડપાયા

ખેડા: જિલ્લામાં કોમ્બીગ નાઇટ કરી રહેલી ખેડા પોલીસને બાઇક ચોરો ઝડપી પાડવામાં સફળતા મળી છે. ગત રાત્રીના સમયે પોલીસને મળેલી માહિતીના આધારે પોલીસે ઝડપી પાડેલા બે બાઇક ચોરો પાસેથી કુલ ૭ બાઇકો રીકવર કરવામાં પોલીસને સફળતા મળી છે. જે બાબતે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

યાત્રાધામ ડાકોર ખાતે ચોરીના બાઇક સાથે બે શખ્સો ફરી રહ્યા હોવાની મળેલી માહિતીના આધારે એલસીબી પોલીસે ડાકોર ચોકડી પર વોચ ગોઠવી હતી. દરમ્યાન એક બાઈક પર બે શખ્સો આવી ચઢતાં પોલીસે તેઓ શંકાને આધારે અટકાવીને નામઠામ પુછતાં રીઢા બાઈક ચોરો સિદ્ઘાર્થસિંહ બળવંતસિંહ પુવાર (રે. ઉમરેઠ)તથા રાજેશ પ્રેમસિંહ રાજપુત (રે. ડાકોર)ના હોવાનું ખુલવા પામ્યુ હતુ. બાઈક અંગે પુછપરછ કરતાં તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. જેથી આકરી પુછપરછ કરતાં આ બાઈક સેવાલીયા થર્મલ પાસેથી ચોર્યાની કબુલાત કરી હતી. વધુ પુછપરછ કરતા ખેડા, આણંદ તેમજ વડોદરા જિલ્લામાંથી કુલ ૭ બાઇકો કે જેની કિંમત રૂપીયા ૧.૨૫ લાખની થવા જાય છે તેની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે તેમની પાસેથી તમામ બાઇકો રીકવર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

(6:09 pm IST)
  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી સ્મૃતિ મંધાના ઇંગ્લેન્ડની કિયા સુપર ટી-20 લીગમાં ભાગ લેશે. મહત્વનું છે કે, 22 જુલાઈથી શરૂ થઇ રહેલી આ ટી-20 લીગમાં રમનારી સ્મૃતિ પહેલી ભારતયી મહિલા ખેલાડી બનશે. તેણીએ આ લીગમાં વેસ્ટર્ન સ્ટ્રોમ સાથે કરાર કર્યો છે. સ્મૃતિએ આ અંગે કહ્યુ કે, "આ ટૂર્નામેન્ટમાં રમનારી પ્રથમ ભારતીય મહિલા બનવા પર મને ગર્વ છે." access_time 1:02 am IST

  • દિલ્હી ઉપ રાજ્યપાલની ઓફિસ રાજનિવાસમાં ધરણા પર બેઠેલા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ શનિવારે ઈદના અવસરે એલજી અનિલ બૈજલને ઈદની શુભેચ્છા આપી. પોતાના ટ્વીટમાં સિસોદિયાએ લખ્યું - ઈદ મુબારક સર! તમારા રાજભવનમાં પાંચ દિવસથી બેઠા છીએ. ઈદ મળવાના બહાને બોલાવી લો. 4 દિવસથી ઉપવાસ પર છું. કહે છે કે હોળી, દિવાળી અને ઈદ પર તો દુશ્મનને પણ ગળે લગાવી લેવામાં આવે છે. દિલ્હીના ઉપ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા, સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને વિકાસ, શ્રમ તથા રોજગાર મંત્રી ગોપાલ રાય મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની સાથે ઉપ રાજ્યપાલની ઓપિસમાં ધરણા પર બેઠા છે. સત્યેન્દ્ર જૈને મંગળવારથી અને મનીષ સિસોદિયાએ બુધવારથી ભૂખ હડતાળ શરૂ કરી છે. access_time 9:04 pm IST

  • નિતી આયોગની બેઠકમાં ભાગ લેવા માટે આજે ઘણાં રાજ્યોના મુખ્યમંત્રીઓ દિલ્હી પહોંચ્યા છે. આ દરમિયાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સહિત કર્ણાટકના મુખ્યમંત્રી કુમાર સ્વામી, તામિલનાડુના ચંદ્રાબાબુ નાયડુ અને કેરળના મુખ્યમંત્રી પી. વિજયને ઉપરાજ્યપાલ અનિલ બેજલને પત્ર લખીને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવાની પરવાનગી માગી હતી, જેઓ ઘણા દિવસોથી ઉપરાજ્યપાલ નિવાસસ્થાને ધરણા પર બેઠા છે. આ બાબતે ઉપરાજ્યપાલ અનિલભાઈ બેજલે આ ચારેય મુખ્યમંત્રીઓને પરવાનગી આપી ન હતી, જેના લીધે મમતા બેનરજી સહિતના ચારેય મુખ્યમંત્રીઓ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી, તેમના પરિવારજનોને મળ્યા હતા. આ સમયે મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે આ ઘટના સંવેધાનિક સંકટ સમાન છે. આ બાબત પછી રાષ્ટ્રીય રાજકારણમાં જબરજસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે. access_time 11:04 pm IST