Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

બાકરોલમાં હિંસક અથડામણમાં યુવકની હત્યામાં ચાર આરોપી પોલીસના સકંજામાં

આણંદ: જિલ્લાના વિદ્યાનગર તાબે બાકરોલ માં થયેલ હિંસક અથડામણમાં વિદ્યાનગર પોલીસે નવો વળાંક આપ્યો હતો. આ ઘટનામાં એક તરફ પોલીસે હત્યાના ગુનામાં આરોપીઓના નામ મોડી રાત્રે જાહેર કર્યા હતા. જ્યારે આ ઘટનામાં ચાર ઈસમોની અટકાયત કરવામાં આવી હતી.જેમને કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગઈ કાલે બાકરોલમાં લીમડી ચોક વિસ્તારમાં રહેતા એૈયુબમીયા બચુમીયા મલેક અને તેમના પરીવારના લોકોને વિસ્તારમાં રહેતા મકસુદ ઉર્ફે રાજા કાલુખાન પઠાણ દારુ પી ને આવી ઓટલા પર બેસવાની બાબતને મામલો બિચક્યો હતો.જેમાં અફજલ અને બીજા લોકોને છુટા પથ્થરો અને લાકડીઓ અને પાઈપોથી માર મારવામાં આવ્યા હતા.જેમાં અફજલ નામના યુવાનનું કરુણ મોત નિપજ્યું હતું.જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી કાઉન્સીલર ઈબાદતખાન પરબતખાન, મૂર્તુજાખાન યુસુફખાન, મુનાવરખાન અશરફખાન, ગુલામમહંમદ એૈયુબખાન, મોહસીનખાન ઈબ્રાહિમખાન, સલમાન શબ્બીરખાન, વાસીદ ઈબાદખાન, વસીમ સીરાઝખાન, સોહીલ ઈનયાયતખાન મળી કુલ ૧૯ ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
 

(6:11 pm IST)