Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

આવકો ઘટતા શાકભાજીના ભાવ સળગ્યા

ડિઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘુ : બીજા રાજ્યોમાંથી આવતા શાકભાજી પણ મોંઘાદાટ

રાજકોટ તા. ૧૬ : શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી હરાજીમાં આવકો ઘટતાની સાથે રીટેલમાં કિલોએ રૂ.૨૦ થી ૪૦નો ઉછાળો થતા મોંઘારતનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજકોટ યાર્ડ શાકભાજીના દલાલ વલ્લભ મનજીએ જણાવ્યું હતું કે સ્થાનિક આસપાસના ગામોમાંથી આવકો ઘટતી જાય છે બીજા રાજયોમાંથી ટમેટા, ગવાર, મરચા સહિતની આવકો રહે છે. પરંતુ ડીઝલ મોંઘુ બનતા ટ્રાન્સપોર્ટેશનના ભાડા મોંઘા થતા તેની અસરે પણ શાકભાજી મોંઘા બની રહ્યા છે અને દોઢેક મહિના સુધી આવકોનું પ્રમાણ મર્યાદિત રહેવાનું હોવાથી શાકભાજી મોંઘા રહેશે. જૂનના પહેલા સપ્તાહ સુધી ટમેટા ૧૦ના કિલો હૈડહૈડ થતા હતા. પરંતુ હવે બેંગ્લોર, મહારાષ્ટ્ર અને ઉત્ત્।રપ્રદેશ સાઈડથી દૈનિક ૧૨ થી સૂ ગાડી મોંઘાભાડા સાથે આવતા રીટેલમાં કિલોનો ભાવ ઉછળીને ૩ષ થી ૪૦ના કિલોનો ભાવ આંબ્યો છે. ગવાર-ચોળા-મરચા રૂ.૬૦ થી ૮૦ને આંબતા દુધી, રીંગણા, કોબી, ગલકા, કોથમરી સહિતના શાકભાજીમાં ભાવ વધારો થવા લાગ્યો છે. ખેડૂતો વાવણીના કાર્યમાં લાગી ગયા છે. જયાં વાવેતર હતા ત્યાં પાણીની સમસ્યા સાથે હમણા પવનનું જોર વધતા પાક નિષ્ફળ ગયો છે અને આની અસરે આવકો ઘટવા લાગી છે.(૨૧.૨૧)

હરાજીથી રીટેલ સુધીનો ભાવ તફાવત

યાર્ડમાં કિલોના

છુટક વેચાણ

બટેટા રૂ.૯થી ૧૫

૨૦થી ૩૦ કિલો

ટમેટા રૂ.૧૩થી ૧૮

૩૫થી ૪૦ કિલો

રીંગણા રૂ.૫થી ૧૦

૩૫થી ૪૦ કિલો

ગવાર રૂ.૩૫થી ૪૦

૫૫થી ૬૦ કિલો

ચોળા રૂ.૩૫થી ૫૦

૭૦થી ૮૦ કિલો

મરચા રૂ.૨૦થી ૨૫

૭૦થી ૮૦ કિલો

દુધી રૂ.૮થી ૧૦

૨૫થી ૩૦ કિલો

કોબી રૂ.૫થી ૭

૨૦થી ૩૦ કિલો

ગલકા રૂ.૧૦થી ૨૩

૩૫થી ૪૦ કિલો

આદુ રૂ.૪૫થી ૬૫

૯૦થી ૧૦૦ કિલો

કોથમીર રૂ.૨૦થી ૩૫

૧૨૫થી ૧૫૦ કિલો

(4:02 pm IST)