Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

બેન્ક અધિકારીની ઓળખ આપી હિંમતનગરના શખ્સે 80 હજારની ઠગાઈ કરી

સાબરકાંઠા:જિલ્લાના હિંમતનગર સિથ્ત મોતીપુરા વિસ્તારમાં રહેતા અને ઠગાઈનો શિકાર બનેલા પ્રણવ જયંતીભાઈ પટેલની ફરિયાદના આધારે હિંમતનગર 'એ'ડીવીઝન પોલીસે અજાણ્યા સખ્શના વિરૃધ્ધમાં ઠગાઈનો ગૂનો દાખલ કર્યો છે અને આ ગૂનાનો ભેદ ઉકેલવા માટે સાયબર ક્રાઈમ સેલની સહાય લીધી છે. આ બનવાની પ્રાથમિક વિગતો એવી છે કે, ગત તા.૧૩મીના રોજ બપોરના દોઢેક વાગ્યાના સૂમારે ફરિયાદી પ્રણવ પટેલના મોબાઈલ ફોન ઉપર એક અજાણ્યા સખ્શે સંપર્ક સાધ્યો હતો અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાના અધિકારી તરીકે પોતાની ઓળખ આપી હતી. આ સખ્શે ફરિયાદી સાથેની વાતચીત દરમ્યાન બેન્કના એ.ટી.એમ.કાર્ડના પ્રેટેક્ષન પ્લાન બંધ કરવાના સંદર્ભમાં માહિતી આપીને એમને વિશ્વાસમાં લીધા હતા. 

(6:10 pm IST)