Gujarati News

Gujarati News

  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી સ્મૃતિ મંધાના ઇંગ્લેન્ડની કિયા સુપર ટી-20 લીગમાં ભાગ લેશે. મહત્વનું છે કે, 22 જુલાઈથી શરૂ થઇ રહેલી આ ટી-20 લીગમાં રમનારી સ્મૃતિ પહેલી ભારતયી મહિલા ખેલાડી બનશે. તેણીએ આ લીગમાં વેસ્ટર્ન સ્ટ્રોમ સાથે કરાર કર્યો છે. સ્મૃતિએ આ અંગે કહ્યુ કે, "આ ટૂર્નામેન્ટમાં રમનારી પ્રથમ ભારતીય મહિલા બનવા પર મને ગર્વ છે." access_time 1:02 am IST

  • ગુરુવારે હાઈકોર્ટે ડૉ. આરસી શાહની પૂર્વ ધરપકડ જામીન અરજીને રદ્દ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, આરસી શાહ અમદાવાદ નગરપાલિકાનાં અધીક્ષક હતા અને લાંચ લેવાના ગુનામાં સસ્પેન્ડ કરાયા હતા. ગુજરાત હાઈકોર્ટે આ જામીન અરજી પર નિર્ણય સંભળાવતા કહ્યુ કે, ભ્રષ્ટ અધિકારીઓ અને મંત્રીઓ સમાજ માટે ભાડાના હત્યારોઓથી પણ વધારે ખતરનાક છે. access_time 1:03 am IST

  • પૂર્વોત્તર રાજ્યોમાં ભારે પૂર :મણિપુરમાં ચાર અને ત્રિપુરામાં એકનું મોત ;મૃત્યુ આંક 12 થયો : રોડ અને ટ્રેન સેવા ઠપ્પ :આસામના સાત જિલ્લાના અંદાજે ચાર લાખ લોકો પુરથી પ્રભાવિત; સૌથી વધુ હૈલાકડીમાં 2,06 લાખ અને કરીમગંજમાં અંદાજે 1,33 લાખ લોકો પ્રભાવિત થયા છે access_time 1:26 am IST