Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ચીખલી તાલુકાના સમરોલીમાં ઉનાળામાં પાણીની સમસ્યાથી લોકોને હાલાકી

ચીખલી:તાલુકાનાં સમરોલી ગામે પૂર્વ વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીઓ અને કેટલાક ફળિયાઓમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉનાળા દરમ્યાન પીવાના પાણીની સમસ્યા ગંભીર બની જાય છે. રહીશો દ્વારા વારંવાર તંત્રને રજૂઆતો કરવા છતાં પણ સમસ્યા ઠેરની ઠેર છે. ચીખલી નગરને અડીને આવેલા સમરોલી ગામનાં કુંભારવાડ, સુથારવાડ, વિકાસનગર, કૃષ્ણકુંજ સોસાયટી, દર્શન સોસાયટી તેમજ દેવદર્શન સોસાયટીમાં રહેતા રહીશોને દર ઉનાળે પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો  પડી રહ્યો છે. આ વિસ્તારનાં રહીશો દ્વારા પીવાનાં પાણીની સમસ્યા બાબતે  વારંવાર સ્થાનિક ગ્રામપંચાયત, પાણી પુરવઠા વિભાગ તેમજ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને વારંવારની રજૂઆતો કરવા છતાં પણ આ  વિસ્તારની પીવાના પાણીની સમસ્યા આજ દિન સુધી ઉકેલાઇ નથી. 
 

(6:11 pm IST)