Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

સુરતમાં ફ્લેટ-દુકાન આપવાના બહાને 19.68 લાખની છેતરપિંડી આચરનાર ઠગ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: મુખ્યમંત્રી આવાસ યોજનામાં સસ્તામાં મકાન-દુકાન અપાવવાના બહાને જરૃરિયાતમંદો સાથે છેતરપિંડી કરનાર  ભરથાણાની હેમલતા ચૌધરી અને ટોળકી વિરૃદ્ધ રૃ. ૧૯.૬૮ લાખની છેતરપિંડીની વધુ એક ફરિયાદ ખટોદરા પોલીસ મથકમાં નોંધાઇ છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મુખ્યમંત્રી આવાસ યોજનામાં સસ્તામાં ફલેટ અને દુકાન અપાવવાના બહાને જરૃરીયાતમંદો પાસે નાણાં ઉઘરાવી બોગસ રસીદો આપી તેમજ ખોટો પઝેશન લેટર આપી છેતરપિંડી કરનાર  હેમલતાબેન કાળીદાસ ચૌધરી (રહે. બી-૯૯, આશીર્વાદ વિલા, ન્યુ સીટીલાઇટ રોડ, ભરથાણા, સુરત) અને સાગરિતો વિરૃદ્ધ અગાઉ ખટોદરા પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે હેમલતાની ધરપકડ કરી હતી.

(6:11 pm IST)
  • પૂર્વોત્તર રાજ્યોમાં ભારે પૂર :મણિપુરમાં ચાર અને ત્રિપુરામાં એકનું મોત ;મૃત્યુ આંક 12 થયો : રોડ અને ટ્રેન સેવા ઠપ્પ :આસામના સાત જિલ્લાના અંદાજે ચાર લાખ લોકો પુરથી પ્રભાવિત; સૌથી વધુ હૈલાકડીમાં 2,06 લાખ અને કરીમગંજમાં અંદાજે 1,33 લાખ લોકો પ્રભાવિત થયા છે access_time 1:26 am IST

  • અમદાવાદના વિઠ્ઠલાપુર ગામે દલિત યુવાનને માર મારવાના પ્રકરણમાં બેની ધરપકડ : પીડિતને ૫૦ હજારની સહાય : માર મારતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરનારની પણ તપાસ શરૂ access_time 5:54 pm IST

  • જમ્મુ-કાશ્મીરઃ ઇદની નમાઝ બાદ શ્રીનગરમાં પત્થરમારોઃ આઇએસઆઇએસ અને પાકિસ્તાનના ઝંડા દેખાડાયા access_time 11:27 am IST