Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ખેડા એલસીબીએ ફૂડ એન્ડ ડ્રગ્સના ડેટા એન્ટ્રી ઓપરેટરને 2 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા

ખેડા એસીબીએ આજે જૂના સેવા સદનમાં કાર્યરત ફુડ એન્ડ ડ્રગ્સની કચેરીમાં લાંચના છટકુ ગોઠવીને ડેટા એન્ટ્રી ઓપરેટરને બે હજારની લાંચ લેતાં રંગેહાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરેઠ ખાતે મિત્રના નામે ઓમ પાર્લર ચલાવતા વેપારીનું લાયસન્સ રીન્યુ કરાવવાનુ ંહોય તેણે આણંદના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સંપર્ક કર્યો હતો જ્યાં ડેટા એન્ટ્રી ઓપરેટર (આઉટ સોસીંગ)તરીકે નોકરી કરતા પૂર્વ કારકુન મફતભાઈ મોહનભાઈ વાળંદે ૨૫૦૦ની માંગણી કરી હતી. હા-ના હા-ના કરતાં ૨૦૦૦ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. આ અંગે વેપારીએ એસીબીમાં ફરિયાદ કરતાં ખેડા એસીબીના પીઆઈ વી. આર. ચૌહાણેે લાંચના છટકાનું આજે આયોજન કર્યું હતુ. જે અનુસાર વેપારી લાંચની બે હજારની પાવડરવાળી નોટો લઈને આણંદના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરીએ ગયા હતા જ્યાં મફતભાઈ વાળંદને નક્કી કરેલી રકમ આપતાં જ છટકામાં ગોઠવાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ત્રાટક્યા હતા અને રંગેહાથે ઝડપી પાડીને ભ્રષ્ટ્રાચાર અધિનિયમનની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી. 

(6:08 pm IST)