Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

૬૬૯૦ હીરા જડિત ર૪ કરોડની વીટીઃ ગીનીસ બુકમાં નોંધાયું નામ

સુરતના હીરાના વેપારીની કમાલ

સુરત :.    હીરાનગરી સુરતનું નામ ફરી એક વાર ગીનીસ બુકમાં નોંધાયું આ વખતે ર૪ કરોડની વીટીને લઇને નામ નોંધાયું છે જેમાં ૬૬૯૦ હીરા જડેલા છે. સુરતના હીરાના વેપારી વિશાલ અગ્રવાલના કહેવા મુજબ પ૮.૧૭૬ ગ્રામ વજનની આ વીટીમાં ૬ તોલા સોનું છે અને તે ર૦ કારીગરોએ બનાવી છે. ૧૮ કેરેટ રોજ ગોલ્ડ અને ર૪ ટકા એલોય વપરાયું છે. (પ-૧૮)

 

(7:54 pm IST)