Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

વિઠ્ઠલાપુરમાં દલિત યુવક પર અત્યાચાર મુદ્દે બે આરોપી પોલીસ સમક્ષ હાજર

વીડિયો ઉતારનાર જયદીપ ઉર્ફે જયલો ઝાલા અને ચેહરસંગ ઠાકોર ઉર્ફે ભયલુંની અટકાયત ;બંને એદલા ગામના રહેવાશી

અમદાવાદ જિલ્લાના વિઠ્ઠલાપુરમાં દલિત યુવક ઉપર અત્યાચાર કેસમાં બે આરોપી પોલીસ સમક્ષ હાજર થયા છે. જેથી ST-SC સેલના DYSPએ બન્ને આરોપીઓની કરી અટકાયત કરી છે.


   સુત્રોના જણાવ્યા પ્રમાણે યુવકને માર મારવાની ઘટનાનો વીડિયો ઉતારનાર જયદીપ ઉર્ફે જયલો ઝાલા અને ચેહરસંગ ઠાકોર ઉર્ફે ભયલું પોલીસ સમક્ષ હાજર થયા છે. શનિવારે સવારે હાજર થયેલા બંને આરોપીઓ એદલા ગામના રહેવાસી છે. પોલીસે બંનેની પૂછપરછ હાથધરી છે. જેમાં યોગેશ નામના વધી એક આરોપીનું નામ ખુલ્યું છે. આ ઉપરાંત દલિત યુવકને માર મારનાર મુખ્ય આરોપી ભરત અત્યારે ફરાર છે. પોલીસે ફરાર આરોપીને પકડવાની તજવીજ પણ હાથધરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

   બેચરાજી પાસે આવેલા વિઠ્ઠલાપુરમાં દલિય યુવકને અમુક સમાજના યુવકો દ્વારા માર મારવાનો વીડિયો સામે આવ્યો હતો. વીડિયો પ્રમાણે કેટલાક યુવકો દલિત યુવકને લાતો મારી, ધોકા વડે ફટકારી, જમીન ઉપર પટકીને માફી માગવા માટે મજબૂર કરાતો દેખાઇ રહ્યો છે.

(8:55 pm IST)