Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

નામ પાછળ સિંહ લખનારની ધોલાઈ પ્રકરણમાં આરોપી ન પકડાય તો આત્મવિલોપન કરશે

ધોળકામાં જવાબદારો ખૂલ્લેઆમ ઘૂમે છેઃ પરિવારો ભય હેઠળ

રાજકોટ, તા. ૧૬ :. ધોળકામાં નામ પાછળ સિંહ લખવાની બાબતમાં યુવકને સહદેવસિંહ દ્વારા માર મારવામાં આવ્યો હતો. તેમજ વાલથેરા ગામમાં આધારકાર્ડની કામગીરી દરમિયાન સામાન્ય તકરારમાં જાહેરમાં લોકોને માર મારવામાં આવ્યો હતો. આ બન્ને કેસના નાસતા ફરતા આરોપીઓને પકડવા ગાંધીનગર ડીજી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. એટલું જ નહી પાંચ દિવસમાં આરોપીઓ નહિ પકડાય તો અસરગ્રસ્ત દ્વારા ડી.જી. કચેરી સામે આત્મવિલોપનની ચિમકી આપવામાં આવી છે.

આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાથી અસરગ્રસ્ત પરિવારો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાનું જણાવાયેલ.

બીજી તરફ વાલથેરા ગામમાં આંગણવાડી બહેનો દ્વારા આધારકાર્ડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે સરકારી કામગીરીમાં રૂકાવટ કરીને કેટલાક શખ્સો દ્વારા અપશબ્દો બોલીને જાહેરમાં લોકોને માર મારવામાં આવ્યો હતો. આ બનાવ અંગે કોઠ પોલીસ સ્ટેશનમાં ભરતભાઈ સહિત ૧૩ લોકો સામે ફરીયાદ નોંધવામાં આવી હતી. જેમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.(૨-૩)

 

(4:03 pm IST)