Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

જૂની નોટોનું ભૂત ધુણવાનું બંધ થવાનું નામજ નથી લેતું

હવે અમદાવાદના ચાંદખેડામાંથી રૂ. ૧ કરોડની જૂની નોટો સાથે ૪ શખ્શોની ધરપકડ સ્પેશ્યલ ક્રાઈમ બ્રાંચ અને ચાંદખેડા પોલીસે કરી

અમદાવાદ : કાળું નાણું ખતમ કરવાના આશેયથી કેન્દ્ર સરકારે લીધેલા નોટબંધીના નિર્ણય બાદ અનેક લોકો પાસેથી જૂના દરની ચલણી નોટો મળી આવી હતી. હાલમાં નોટબંધી થયાને દોઢ વર્ષ વીતી ગયા બાદ પણ લોકો રૂ. 500-1000ની જૂની ચલણી નોટોને બદલવાના ફિરાકમાં ફરતા લોકોની અછત થતી નથી. આવી જ એક ઘટના સામે આવી છે. આજે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી મસમોટી રકમની જુની નોટો ઝડપાઈ છે. સ્પેશ્યલ ક્રાઈમ બ્રાંચ અને ચાંદખેડા પોલીસે અધધધ... 1 કરોડની જુની ચલણી નોટ સાથે 4 લોકોને ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, આજે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જુની ચલણી નોટોને બદલવાના ફિરાકમાં લોકો આવવાના એવી અગાઉથી સ્પેશ્યલ ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી, જે પગલે ક્રાઈમ બ્રાંચ અને ચાંદખેડા પોલીસે સંયુક્ત કામગીરી અપનાવી વોચ ગોઠવી હતી. બાતમીના આધારે પોલીસે 4 લોકોને જોતા તુરંત તેમની અટકાયત કરી તપાસ હાથ ધરતા તેમની પાસેથી રૂપિયા 1 કરોડની જૂની ચલણી નોટો ઝડપાઈ હતી. જુની નોટો સાથે પોલીસે 4 લોકોની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી, જેમાં માલુમ થયું કે, નોટો બદલાવા માટે ચારે શખ્સો ચાંદખેડા આવ્યા હતા. હાલમાં પોલીસે ચારેની અટકાયત કરી આ મુદ્દે IT વિભાગને જાણ કરી છે.

આ મુદ્દે પોલીસે જણાવ્યું કે, અમે જ્યારે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન અમને  મેસેજ મળ્યો કે, ચાંદખેડા હાઈવે મોલ પાસે એક કાર જેનો નંબર. જીજે27 એએચ 2491માં કેટલાક ઈસમો 500-1000ની રદ્દ થયેલી નોટો બદલાવવાના ઈરાદે આવીને ઉભા છે, તે દરમ્યાન અમોએ તે જગ્યા પર જઈ તપાસ કરતા ત્રણ પુરૂષ અને એક મહિલા મળી આવેલ, ત્યારે કારની તપાસ કરતા તેમની પાસેથી 99 લાખ 99 હજારની જૂની રદ્દ થઈ ગયેલ નોટો, તેમજ ત્રણ મોબાઈલ અને એક કાર મળી કુલ એક કરોડ 2 લાખ 500નો મુદ્દા માલ મળી આવ્યો જે કબ્જે લેવામાં આવ્યો છે.

(12:51 am IST)