Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

વ્યાખ્યાતા સહાયકોના વેતન પ્રશ્ને આંદોલનની ચળવળઃ ભૂખ હડતાળની ચીમકી

અમદાવાદ તા ૧૬: રાજયની ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકોની સરખામણીમાં સરકારી વ્યાખ્યાતા સહાયકોને દર મહિને રૂપિયા ૧૫ હજાર પગાર ઓછો મળે છે.જેથી ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપકોના સમકક્ષ પગાર કરવાની માંગ વ્યાખ્યાતા સહાયક મંડળ દ્વારા રાજય સરકાર સમક્ષ કરવામાં આવી છે.

મંડળના  પ્રમુખ પ્રવીણ ચોૈધરીએ જણાવ્યું, કે સરકાર સમક્ષ પગાર વધારાની માંગણી કરવામાં આવી છે. જો સરકાર પગાર નહિં વધારે તો ભુખ હડતાલ કરી આંદોલન કરીશું

ગા્રન્ટેડ કોલજને  પ્રોફેસરો પણ વ્યાખ્યાતા સહાયકને સમકક્ષ હોય છે તેમ છતાં તેઓને પગાર વર્ષ ૨૦૧૭માં વધાયો ર્ હતો. મુખ્યમંત્રી, શિક્ષણમંત્રીને અનેક વખત રજુઆત કરવા છતા ં હજી સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. (૩.૬)

(4:03 pm IST)