Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

વડોદરામાં મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે નીકળેલી રેલી પર દુધવાળા મહોલ્લા આગળ કાંકરીચાળો થતા શહેરનો માહોલ ગરમાયો : તોફાનીઓ પર પોલીસે ટીયરગેસ છોડી કાબુ મેળવવા કર્યો પ્રયાસ : નયાયમંદિર, ચાંપાનેર, યાકુતપુરા વિસ્તારોમાં વાતાવરણ બન્યું તંગ : શહેરમાં છવાઈ અજંપાભરી શાંતી : શહેરભરમાં ખડકી દેવામાં આવ્યો ચુસ્ત પોલીસ બંદોબસ્ત

વડોદરાઃ આજે રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતી નિમિત્તે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં વડોદરા શહેરના રાજપૂત સમાજના યુવકો સહિત આગેવાનો પણ જોડાયા હતા. આ રેલી દરમિયાન અનિચ્છનિય બનાવ બન્યો છે. આ રેલી ન્યાયમંદિર ખાતે પહોંચતા દુધવાલા મહોલ્લા પાસે રેલી પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. ત્યારે બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મિઓએ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. રેલી અને રમઝાન ઈદ હોવાથી પથ્થરમારાની ઘટના બની હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલમાં પોલીસે આ રેલીને અટકાવવામાં આવી છે. રસ્તાઓ પર પાર્ક કરેલા વાહનોને પણ નિશાન બનાવવામાં આવી હતી અને ગાડીઓના કાચ તોડવા ઉપરાંત કારને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પોલીસે પરિસ્થિતિ કાબુમાં લેવા માટે બે ટિયરગેસના સેલ પણ છોડ્યા હતા. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

(11:06 pm IST)