Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

સુરતના મિત્રને જેલમાંથી છોડાવતા પુત્ર સાથે મળી 85 લાખ ચાઉં કર્યા

સુરત: રીંગરોડ કડીવાલા સ્કુલ નજીક ઓફિસ ધરાવતા કતારગામના જમીનદલાલે ૧૦ વર્ષ અગાઉ મિત્ર જમીનદલાલ અને તેનો પુત્ર જેલમાં જતા તેમને મુક્ત કરાવવા તમામ મદદ કરી હતી. જો કે, ત્યારબાદ રાંદેરની જમીન સરકારની યોજનામાંથી છૂટી કરાવવા માટે પિતા-પુત્રએ જમીનદલાલ પાસે રૃ. ૮૫ લાખ લઈ આજ દિન સુધી પરત કર્યા ન હતા અને ધાક ધમકી આપી હતી. આ અંગે જમીનદલાલે પોલીસ કમિશ્નરને અરજી કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, કતારગામ કુબેરનગર-૨ એ-૧૧૫ માં રહેતા ૪૭ વર્ષીય નરેન્દ્રભાઈ વાલજીભાઈ ગોહિલ રીંગરોડ કડીવાલા સ્કુલની બાજુમાં વર્ધમાન ટેરેસ ઓફિસ નં. ૨૧૨ માં જમીન દલાલી અને કન્સ્ટ્રકશનનું કામ કરે છે. વર્ષ ૨૦૦૮ માં જમીનદલાલીનું જ કામ કરતા મિત્ર ઉમેશ જશવંતલાલ મહેતા (રહે. ઈ-૧૧૦, સૂર્યદર્શન એપાર્ટમેન્ટ, સીટીલાઈટ રોડ, સુરત) અને તેના પુત્ર જયવીરની અડાજણ પોલીસે ધરપકડ કરતા બંને જેલમાં ગયા હતા. તે વખતે ઉમેશભાઈના પત્ની ઉમાબેને નરેન્દ્રભાઈ પાસે મદદ માંગતા તેમણે નાણાંની વ્યવસ્થા કરી બંનેને જેલમાંથી મુક્ત કરાવ્યા હતા.

(6:11 pm IST)