Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

કંપની-ખરીદી અને વેચાણ બધુ માત્ર કાગળ પરઃ સરકારી તિજોરીઓને ૬૭ કરોડનો ધુંબો મારનાર મહાઠગ કહે છે કે દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહીએ

મહા ઠગ નિલેશ કહે છે કે મારા બદનસીબે અને સીઆઇડીના સદનસીબે તપાસ તેમને સુપ્રત થતા હું સકંજામાં આવ્યો છું : ૬-૬ માસથી પોલીસના હાથમાં ન આવતો ૧૩૪૬ કરોડના કૌભાંડનો આરોપી નિલેશ ભાલી અંતે આશીષ ભાટીયા ટીમના હાથે આબાદ ઝડપાયો

રાજકોટ, તા., ૧૬: કોઇ પણ પ્રકારની કંપની ન હોય તો પછી કોઇ જાતની ખરીદી કે વેચાણ ન હોય તે સ્વભાવિક બાબત છે આમ છતા ર૬ જેટલી બોગસ કંપનીઓ કાગળ ઉપર ખોલી અને મારવો તો મીર એ કહેવત મુજબ રાજય સરકારના વેટ વિભાગ સાથે બીલીંગ કૌભાંડ કરી રાજય સરકારની તિજોરીને ૬૭ કરોડનો ધુંબો મારનાર નિલેશ માલી આખરે રાજયના સીઆઇડી વડા આશીષ ભાટીયા ટીમની કુનેહની સીઆઇડીના સકંજામાં ઝડપાઇ ગયો છે.

સીઆઇડીની પુછપરછમાં આ મહા ઠગે જણાવેલ કે સીઆઇડીના સદનસીબે અને મારા બદનસીબે આ મામલાની તપાસ આશીષ ભાટીયા જેવા સીઆઇડી વડાના સુપરવીઝનમાં થઇ, નહિતર હું પકડાઉ તેવી શકયતા નહિવત હતી. તેણે વધુમાં જણાવેલ કે દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહીએ. અત્રે યાદ રહે કે નાના-નાના રેકડી ચાલકો, કેબીન ધારકો કે સામાન્ય માણસના પાનકાર્ડ અને ઇલેકશન કાર્ડ તેમને લોન આપવાની લાલચે મેળવી લઇ આ લોકોના નામે બોગસ કંપનીઓ ખોલી કરોડો રૂપીયાનું બીલીંગ કૌભાંડ આચર્યુ હતું.

આ મામલે નિલેશ માલી સામે ખોખરા પોલીસ સ્ટેશન (અમદાવાદ) માં ર૦૧૭માં ફરીયાદ નોંધાઇ હતી. આમ છતાં તે હાથ આવતો ન હતો. આથી રાજય સરકારે બીટ કોઇન્સ મામલા સહિત અનેક ચકચારી મામલામાં પરીણામલક્ષી કામગીરી બજાવનાર સીઆઇડીને આ તપાસ સુપ્રત થતા જ સીઆઇડી વડાના સુપરવીઝનમાં ગાંધીનગર સીઆઇડીના પીઆઇ એમ.એમ.સોલંકી અને ટીમે નિલેશ માલીને ઝડપી લેતા તેણે ર૬ જેટલી બોગસ કંપની કાગળ પર ખોલી ૧૩૪૬ કરોડનું કૌભાંડ આચાર્યાનું ખુલ્યું છે.

સીઆઇડી સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ર૬ બનાવટી પેઢીઓની રાજયના  વેટ વિભાગને જાણ ન થાય તે માટે બીજી વ્યકિતઓ મારફત રિટર્ન ભરવામાં આવતા હતા. નિલેશ સિવાય બીજું કોણ-કોણ સામેલ છે? તે બાબતે સીઆઇડી તપાસનો ધમધમાટ ચાલી રહયો છે.

(12:45 pm IST)