<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રશિયામાં ભયાનક આતંકી હુમલો: પાદરીનું માથું વાઢી લીધું: ૧૫ પોલીસને ફૂંકી માર્યા: અનેક ઘાયલ: ૭ આતંકીના મોત : રશિયામાં આતંકી હુમલો: ખ્રિસ્તી પાદરી નિકોલેની ચર્ચમાં હત્યા કરી માથું વાઢી નાખ્યું: ચર્ચ-સિનેગોગ પર બેફામ ફાયરિંગ, ૧૫ પોલીસકર્મીના મોત: ૨૫ ઘાયલ: વળતી કાર્યવાહીમાં પોલીસે ૭ આતંકીઓને ઠાર માર્યા. : રશિયાના ઉત્તર કોકેશસ ક્ષેત્રમાં આવેલા દાગિસ્તાન ખાતે આતંકીઓએ એક સિનેગોગ, બે ચર્ચ અને એક પોલીસ ચોકીને નિશાન બનાવીને ઘાતક હુમલો કર્યાની માહિતી સામે આવી છે. : આ ક્રૂર હુમલામાં લગભગ ૧૫ જેટલાં પોલીસ અધિકારીઓ, એક પાદરી જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે ૨૫થી વધુ લોકો ઘાયલ હોવાની માહિતી છે. મૃતકાંક હજુ વધી શકે છે. 9:45 AM IST

વર્લ્‍ડ કપના ગેરકાયદે પ્રસારણમાં પણ પાકિસ્‍તાન કનેક્‍શન!! અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા પર્દાફાશ : અમદાવાદની શૈક્ષણિક સંસ્‍થાઓ ફૂંકી મારવામાં અને સુરતના મોલવી મામલે પાકિસ્‍તાની કનેક્‍શન ખુલ્‍યા બાદ મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ સીપી જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક દ્વારા સાયબર ક્રાઇમનો મોરચો ખોલવા સાથે સુરત સીપી સાથે પણ સંકલન સાધ્‍યું છે, રથયાત્રા અંતર્ગત આખી રણનીતિનો આ મહત્‍વનો નિર્ણય સાર્થક પુરવાર થયા : સાયબર ક્રાઇમનાં માસ્‍ટર માઇન્‍ડ અંગેની પીઆઇ કે.એમ.ભૂવા સીપી, જેસીપી શરદ સિંઘલ, ડીસીપી ડો. લવીના સિંહા, અને એસીપી હાર્દિક માંકડિયાનાં માર્ગદર્શનમાં પાર પડેલ સફળ ઓપરેશનની અકિલા સમક્ષ રસપ્રદ વિગતો વર્ણવે છે 4:39 PM IST

આવી મિત્રતા હોય?...ઇમિટેશનના ધંધાર્થી પાસેથી ૨૫ વર્ષ જુના ભાઇબંધે વ્યાજના ૧૨ લાખ માંગી દૂકાનની ચાવી પડાવી લીધી! : પ્રેમજીભાઇ કાકડીયાએ બે કટકે ૪ લાખ લઇ ૨,૪૦,૦૦૦ વ્યાજના અને ૪ લાખ મુદ્દલના ચુકવી દીધા છતાં વધુ વ્યાજ માંગી ફોન પર અને ઘરે આવી ધમકીઓ દીધીઃ આજીડેમ પોલીસે ધરપકડ કરી :સેટેલાઇટ ચોક આરાધના સોસાયટીના પ્રેમજીભાઇક કાકડીયાની મિત્ર અરવિંદ લખતરીયા વિરૃધ્ધ ફરિયાદઃ પ્રેમજીભાઇના મિત્ર ભરતભાઇ ગજેરાએ ૧ લાખ લીધા હોઇ તેની સામે વ્યાજ, મુદ્દલ ચુકવી દીધા છતાં સુચીતના મકાનની ફાઇલ પાછી ન દીધીઃ આજીડેમ પોલીસની કાર્યવાહી : માંડા ડુંગર પાસે પીઠડઆઇમાં રહેતાં અરવિંદ લખતરીયાને સકંજામાં લીધો3:38 PM IST

લવજેહાદ?: રાજકોટની નર્સિંગની છાત્રાને અરશદ સેરસીયાએ ફસાવીઃ અમદાવાદ લઇ જઇ બળાત્કાર : યુવતિ અગાઉ મોરબી પંથકમાં કામ કરતી હતી ત્યારે પરીચય થતાં લગ્નની બાહેંધરી આપી પણ લગ્ન બીજી યુવતિ સાથે કરી લીધાઃ આથી છાત્રાએ ફોન કરવાની ના પાડતાં ભાઇને ઉપાડી જવાની અને પરિવારને હેરાન પરેશાન કરવાની ધમકી આપી ગાળો ભાંડી :૨૧મીએ ગૂમ થયેલી યુવતિ અમદાવાદથી મળતાં યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવાઇઃ યુવતિ સાથે રાતે શરીર સંબંધ બાંધ્યા બાદ ઠંડુપીણુ પીવડાવતાં ઉંઘ આવી ગઇઃ સવારે એક જગ્યાએ લઇ જઇ નોટરી પણ કરાવડાવ્યું: પરણેલા વિધર્મી શખ્સ અરશદને શોધવા પોલીસની દોડધામ : પોતાના પરિવારને હેરાનગતિ ન થાય એવું વિચારી યુવતિ ઘરેથી નીકળી જતાં અરશદ અમદાવાદ લઇ ગયો'તો3:42 PM IST

જામનગર રાજવી પરિવારના કુમાર ભારતના પ્રથમ ચીફ ઓફ આર્મી સ્‍ટાફ શ્રી રાજેન્‍દ્રસિંહજીની બહાદુરી ખુમારી અને રાજવી ખાનદાનીની ગૌરવવંતી ગાથા : જનરલ શ્રી રાજેન્‍દ્રસિંહજીએ સને ૧૯૧૯માં બ્રીટનની સેન્‍ડ હર્સ્‍ટ લશ્‍કરી કોલેજમાં પ્રવેશ મેળવી સેનાની કારકિર્દી શરૂ કરેલ : આ કોલેજમાં પ્રવેશ લેનાર પ્રથમ ભારતીય હતા : સેનાના વિવિધ હોદ્દા ઉપર ૩૪ વર્ષ બીજા વિશ્વ યુધ્‍ધ સહીત બહાદુરીને કુનેહપૂર્વક બજાવેલ કામગીરી : બદલ શ્રી રાજેન્‍દ્રસિંહજીની છપ્‍પનની છાતી ઉપર દેશ-વિદેશના અનેક પ્રતિષ્‍ઠિત મેડલો ચંદ્રની જેમ ચમકતા હતા બીજા વિશ્વ યુધ્‍ધમાં બ્રીટનની જીત થઇ શ્રી રાજેન્‍દ્રસિંહજી અપ્રતિમ બહાદુરીને બીરદાવવા બ્રિટને તેમને ડિસ્‍ટીગ્‍શન સર્વિસ ઓર્ડરથી બહુમાન બહુમાન કરેલ : આ મહાયુધ્‍ધમાં આવું ભવ્‍ય સન્‍માન પ્રાપ્‍ત કરનાર સને ૧૯૧૯થી સને ૧૯૫૫ સુધીમાં જનરલ શ્રી રાજેન્‍દ્રસિંહજીની કુશળ કામગીરીથી પ્રમોશનથી સેનાના અતિ મહત્‍વના હોદ્દા હાંસલ કરેલ : ૧ એપ્રિલ સને ૧૯૫૫માં પ્રથમ ગુજરાતી રાજવી પરિવારના શ્રી રાજેન્‍દ્રસિંહજીએ સેનાનું સર્વોચ્‍ચ પદ ‘ચીફ ઓફ આર્મી સ્‍ટાફ' પ્રાપ્‍ત કરેલ3:08 PM IST