<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

જે વિસ્તારોમાં સ્વચ્છતાનો અભાવ ત્યાં કોલેરા ફેલાવાનું જોખમ વધારે

કોલેરા સંબંધિત માર્ગદર્શિકા જાહેર કરતી મનપાનું આરોગ્ય વિભાગ લક્ષણો દેખાય તો તુરંત આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલ ખાતે તબીબી સલાહ લેવી

કોલેરાને અટકાવવાના ઉપાયો કયાં કયાં છે ?

   આપની આસપાસ સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ.

   જે લોકોને કોલેરા થયો તે લોકોએ ખાવા-પીવાની આદતમાં ફેરફાર કરીને તો કેટલાક ઘરગથ્થુ ઉપચારથી થઈ શકે છે. જેમ કે કાકડીના પાન,ઙ્ગનારિયેળ પાણી,ઙ્ગલીંબુ,ઙ્ગછાશ,ઙ્ગઆદુ,ઙ્ગફુદીનાનો રસ,ઙ્ગહળદર,ઙ્ગમેથીના દાણા વગેરેનું સેવન ફાયદાકારક બની શકે છે.

   જો તમે કોલેરાથી અસરગ્રસ્ત જગ્યાએ રહેતા હોવ અથવા આવી જગ્યાએ મુસાફરી કરી રહ્યા હોવ,ઙ્ગતો આ બાબતોનું પાલન કરોૅં

   ખાદ્ય ચીજોને સ્પર્શતા પહેલાં અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી સાબુ અને પાણીથી હાથ ધોવા.

   માત્ર ઉકાળેલું,ઙ્ગશુદ્ઘ કરેલું અથવા બોટલનું પાણી પીવો.

   શકય હોય ત્યાં સુધી શેરી પરના ફેરિયાઓ પાસેથી ખાદ્ય ચીજો લેવાનું ટાળો.

   જેમાંથી રસ ટપકતો હોય તેવા ફળ જેમ કે દ્રાક્ષ અને બેરી લેવાનું ટાળો.

   સુશી અને શેલફિશ જેવા કાચા અથવા ઓછા રાંધેલા સીફૂડ લેવાનું ટાળો.

રાજકોટઃ હાલ રાજયમાં ઘણી જગ્યાએ કોલેરાના કેસ આવી રહ્યા છે. આ માટે લોકોએ શું તકેદારી રાખવી તેના ભાગરૂપે રાજકોટ શહેરની આરોગ્ય શાખા દ્વારા લોકોને માહિતગાર કરવા માટે જનહિત માટે મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

કોલેરા શું છે ?

કોલેરા  બેકટેરિયાથી થતી બીમારી છે. તે વિબ્રિયો કોલેરી જીવાણુના કારણે થાય છે,ઙ્ગજે દૂષિત પાણીના કારણે ફેલાય છે. કોલેરા એક ચેપી રોગ છે જેમાં દર્દીને ઉલ્ટી અને ઝાડા થાય છે. પાણી અને પોષણના અભાવે ડિહાઇડ્રેશનની સમસ્યા પણ થઇ શકે છે. ત્યાં સુધી કે યોગ્ય સારવાર ન મળે તો દર્દીનું મોત પણ થઇ શકે છે. કોલેરા બેકટેરિયા મુખ્યત્વે ખરાબ ખોરાક અને ગંદા પાણીને કારણે ફેલાય છે. આવી સ્થિતિમાં,ઙ્ગતમારે ખાસ કરીને ખોરાક અને પીવાના પાણીને સ્વચ્છ રાખવા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

કોલેરા કેવી રીતે ફેલાય છે ?

કોલેરા એક બેકટેરિયાને કારણે થાય છે જે આપણા ખોરાક અથવા પાણી દ્વારા આપણા શરીરમાં પહોંચે છે. તે મળ,ઙ્ગપેશાબ અને ગંદકી દ્વારા ફેલાય છે.

કોલેરા સીફૂડ અને માછલી દ્વારા પણ ફેલાય છે.

શાકભાજી અને સલાડને બરાબર ન ધોવામાં આવે અથવા ગંદા પાણીથી ધોવામાં આવે તો કોલેરાનો ખતરો રહે છે.

જે વિસ્તારોમાં સ્વચ્છતાનો અભાવ છે ત્યાં કોલેરા ફેલાવાનું જોખમ વધારે છે.

જો તમે ચેપગ્રસ્ત વ્યકિતના મળ (ઝાડા)ના સંપર્કમાં આવો.

જો તમે મળથી દૂષિત (બેકટેરિયમ—વિબ્રિઓ કોલેરા) ખોરાક ખાઓ અથવા પાણી પીવો.

જો તમે કાચી અથવા ઓછી રાંધેલી શેલફિશ ખાઓ.

કોલેરા એક વ્યકિતથી બીજી વ્યકિતમાં ફેલાતો નથી પરંતુ ચેપગ્રસ્ત વ્યકિતના મળ સાથે સંપર્કમાં આવવાથી ફેલાય છે.

કોલેરાના લક્ષણો શું છે ?

કોલેરાના લક્ષણો જુદા જુદા લોકોમાં જુદા જુદા સમયે ઉદભવે છે. કેટલાક લોકોમાં,ઙ્ગતેના લક્ષણો ચેપના થોડા કલાકો પછી જ જોવા મળે છે,ઙ્ગજયારે કેટલાક લોકોમાં તેઙ્ગ૨-૩ઙ્ગદિવસ પછી પણ થઈ શકે છે. કોલેરા સામાન્ય રીતે ઝાડાનું કારણ બને છે. ઝાડા ઉપરાંત તેના અન્ય લક્ષણો નીચે મુજબ છે.

ઉલટી થવી તેમજ હૃદયના ધબકારા વધી જવા

મો, ગળું તેમજ આંખો શુષ્ક થઇ જવી

બ્લડ પ્રેશર ઘટી જવું, તરસ વધારે લાગવી

હાથ પગના સ્નાયુઓમાં દુખાવો થવો,

ગભરામણ થવું, ઊંઘ આવવી તેમજ વધુ પડતો થાક લાગવો

જો ઉપરોકત લક્ષણો દેખાય તો તરત જ નજીકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલ ખાતે જઈ તબીબી સલાહ લેવી. ઈમરજન્સીમાં ૧૦૮ નો સંપર્ક કરવો.

(4:45 PM IST)