<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

ગુજરાતમાંથી હજમાં ગયેલા હાજીઓની વ્‍યવસ્‍થા ચકાસવા મુખ્‍યમંત્રીને રજૂઆત

જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદ્દીન ફોગે પત્ર પાઠવ્‍યો

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૨૪ : સાઉદી અરેબિયામાં ગુજરાતમાંથી હજ પઢવા ગયેલા હાજીઓની ત્‍યાં વ્‍યવસ્‍થા વગેરે બાબતો ચકાસવા રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદ્દીન ફોગે મુખ્‍યંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત હજ કમિટીના ચેરમેન ઈકબાલભાઈ સૈયદ ડાયરેક્‍ટર નાંહિંનભાઈ કાજીને એક પત્ર પાઠવી રજુઆત કરી છે.

આ અંગે જિલ્લા ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ અલ્લાઉદ્દીન ફોગે એક યાદીમાં જણાવેલકે સાઉદી અરેબિયામાં વિશ્વ ભરમાંથી લાખોની સંખ્‍યામાં મુસ્‍લિમો હજ પઢવા માટે ગયા છે ત્‍યાં અત્‍યારે તાપમાન ઊંચું હોવાથી ગરમી તાપ બહુજ છે. ત્‍યાં તડકો ગરમી વધારે પ્રમાણમાં હોવાથી ઘણા હાજીઓ ગુજરી ગયેલ છે આ હાજીઓમાં ગુજરાતનાં કેટલા હાજીઓ છે જો કોઈ હોય તો તાત્‍કાલિક તેમના પરિવારો સગાઓને જાણ કરવી જોઈએ અને ત્‍યાં પીવાના પાણીની પણ પૂરતી વ્‍યવસ્‍થા નથી જે ત્‍યાં સાઉદી સરકારના ધ્‍યાને મૂકવું જોઈએ.

વધુમાં જણાવેલ કે સોશિયલ મીડિયામાં પણ એક વીડિયો ફરી રહીયો છે જે હાજીઓ ગુજરી ગયેલ છે તેની ડેડ બોડી રસ્‍તા ઉપર મીના ૧ રોડ ઉપર જોવા મળી રહેલ છે તે વિડિયો કયારનો છે જાણકારી મેળવી યોગ્‍ય કામગીરી કરવા માંગણી કરેલ છે. ગુજરાત હજ કમિટી મુસ્‍લિમોની ચિંતા કરી સાઉદી સરકાર સુધી જરૂરી રજુવાત પહોંચાડે ત્‍યારે આ અંગે જિલ્લા લઘુમતી મોરચાનાં પ્રમુખ અલ્લાઉદ્દીન ફોગે મુખ્‍યંત્રીશ્રી હજ કમિટીમાં એક પત્ર પાઠવી રજુવાત કરી માંગણી કરેલ છે.

(11:10 AM IST)