<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd June 2024

પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ દેશના ખૂણે ખૂણે પહોંચ્યા પછી પરીક્ષા મોકૂફ રાખવી એ મોટી બેદરકારી :ચંદ્રશેખર આઝાદ

આ રીતે પરીક્ષા મોકૂફ રાખવી એ માત્ર તમામ ડોકટરોનું અપમાન જ નથી પરંતુ સરકાર અને વહીવટીતંત્ર દ્વારા વિશ્વાસઘાત પણ છે

નવી દિલ્હી : NEET-PG પરીક્ષા 2024 મોકૂફ રાખતા વિપક્ષ ભારે પ્રહાર કરી રહ્યા છે આ દરમિયાન   ભીમ આર્મી ચીફ અને સાંસદ ચંદ્રશેખર આઝાદે કહ્યું છે કે NEET-PG પરીક્ષા 2024 માટે એડમિટ કાર્ડ પણ 18 જૂનથી મળવાનું શરૂ થશે. લગભગ લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે એક દિવસ પહેલા જ દેશના ખૂણે-ખૂણે પહોંચી ગયા હતા, આવી સ્થિતિમાં માત્ર 11 કલાક પહેલા જ પરીક્ષા મોકૂફ રાખવી એ મોટી બેદરકારી દર્શાવે છે.

   તેમણે કહ્યું કે આ રીતે પરીક્ષા મોકૂફ રાખવી એ માત્ર તમામ ડોકટરોનું અપમાન જ નથી પરંતુ સરકાર અને વહીવટીતંત્ર દ્વારા વિશ્વાસઘાત પણ છે. આ સમગ્ર મામલે સરકાર જવાબદાર છે. અન્યથા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જવાબ આપવા તૈયાર રહેવું જોઈએ.

(11:46 PM IST)