<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

મધ્યગુજરાતમાં મેઘરાજા મહેરબાન : વડોદરા, પંચમહાલ,નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં અડધાથી દોઢ ઇંચ વરસાદ પડ્યો

સંખેડામાં 32 મીમી, હાલોલમાં 26 મીમી, કરજણમાં 26 મીમી, ખેડબ્રહ્મામાં 23 મીમી, જાંબુઘોડામાં, ડભોઈ અને નેત્રંગમાં 22 મીમી

અમદાવાદ : આજે વહેલી સવારથી મેઘરાજાની સવારી મધ્ય ગુજરાતમાં આવી પહોંચી છે. મધ્ય ગુજરાતના વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો છે. આજે સવારે 8 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 55 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.

સંખેડામાં 32 મીમી, હાલોલમાં 26 મીમી, કરજણમાં 26 મીમી, ખેડબ્રહ્મામાં 23 મીમી, જાંબુઘોડામાં, ડભોઈ અને નેત્રંગમાં 22 મીમી, નાંદોદમાં 20 મીમી, વાઘોડિયામાં 19 મીમી, રાજકોટમાં 18 મીમી, તિલકવાડામાં 17 મીમી, વડોદરા અને બોડેલીમાં 15 મીમી, જામનગર અને ઓલપાડમાં 14 મીમી, માણસા, જંબુસર અને ક્વાંટમાં 13 મીમી, શિનોરમાં 11 મીમી, પાદરા, વાગરા, ઝઘડીયા અને નસવાડીમાં 10-10 મીમી વરસાદ નોંધાયો છે.

લોધિકા, અંકલેશ્વરમાં 7-7 મીમી, સાગબાર, આમોદ, છોટા ઉદેપુરમાં 6-6 મીમી, ચોટીલા, ભરૂચ અને કુકરમુંડામાં 5-5 મીમી, ગરુડેશ્વર, હાંસોટ અને જેતપુર પાવીમાં 4-4 મીમી, વિજયનગર, સાયલા, જોડીયા અને વાલિયામાં 3-3 મીમી, ઘોઘા, ગરબાડા, ઉમરપાડા અને કલ્યાણપુરમમાં 2-2 મીમી જ્યારે અમદાવાદ શહેર, કોટડા સાંગાણી, ગોંડલ, લીમખેડા, દાહોદ, દેડિયાપાડા, કામરેજ, ડાંગ-આહવા, સુબીર, જલાલપોર, ઉચ્છલ, વ્યારા અને બોટાદમાં 1-1 મીમી વરસાદ નોંધાયો છે.

(11:39 AM IST)