તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th June 2024
રાજ્યમાં સવારે 8 વાગ્યા સુધી બે કલાકમાં 55 તાલુકામાં વરસાદ :સૌથી વધુ છોટાઉદેપુરના સંખેડામાં 1.28 ઇંચ વરસાદ નોંધાયો
પંચમહાલના હાલોલ, વડોદરાના કરજણમાં એક ઇંચ:બોડેલી, વડોદરા, તિલકવાડા, રાજકોટ, વાઘોડિયા, નાંદોદ, નેત્રંગ, ડભોઈ, જાંબુઘોડા. ખેડબ્રહ્મામાં અડધો ઇંચ વરસાદ

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું નવસારીથી આગળ વધતાની સાથે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે સવારે (24 જૂન) 6થી 8 વાગ્યા સુધીમાં 55 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે છોટાઉદેપુરના સંખેડામાં 1.28 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે પંચમહાલના હાલોલ, વડોદરાના કરજણમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે
આ સાથે બોડેલી, વડોદરા, તિલકવાડા, રાજકોટ, વાઘોડિયા, નાંદોદ, નેત્રંગ, ડભોઈ, જાંબુઘોડા. ખેડબ્રહ્મામાં 15 એમએમથી વધારે વરસાદ નોંધાયો છે.
વિવારે રાતે દ્વારકાના ખંભાળિયામાં ત્રણ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા નગર ગેટ, શોની બજાર,રામનાથ રોડ સહિતના રસ્તાઓ પર ગોઠણ સમા પાણી ભરાયા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી જતા વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
