તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th June 2024
સોનાક્ષી સિન્હા બોયફ્રેન્ડ ઝહીર સાથે લગ્નના બંધને બંધાઈ ગઈ: પ્રથમ તસવીરો વાયરલ
બંનેએ રજિસ્ટર્ડ મેરેજ કરી લીધા:કપલ ટૂંક સમયમાં શિલ્પા શેટ્ટીના રેસ્ટોરન્ટમાં રિસેપ્શન પાર્ટી આપશે

સોનાક્ષી સિન્હા પોતાના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્નના બંધને બંધાઈ ગઈ છે. બંનેએ રજિસ્ટર્ડ મેરેજ કરી લીધા છે. કપલ ટૂંક સમયમાં શિલ્પા શેટ્ટીના રેસ્ટોરન્ટમાં રિસેપ્શન પાર્ટી આપવાના છે
અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ હવે સત્તાવાર રીતે પરણી ગયા છે. છેલ્લા સાત વર્ષથી ડેટીંગ કરી રહેલા આ કપલે મુંબઈમાં સોનાક્ષીના ઘર પર સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત લગ્ન કરી લીધા છે. કપલે નાગરિક વિવાહની ઔપચારિકતાઓ પુરી કરી લીધી અને હવે સત્તાવાર રીતે પતિ-પત્ની છે.
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નમાં પહોંચનારા મહેમાનો અને પૈપરાજી માટે ખાસ ગિફ્ટ અને મીઠાઈની વ્યવસ્થા કરવામાં આવી છે. તેની ઝલક પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
સોનાક્ષી સિન્હાના લગ્નમાં ભાગ લેવા માટે તેના નજીકના મિત્રો અને સંબંધીઓ ઉપરાંત હુમા કુરૈશી પણ આવી પહોંચી હતી.
આ લગ્ન સમારંભ પહેલા સવારે દુલ્હન સોનાક્ષીના પરિવારમાં એક પૂજા પણ રાખવામાં આવી હતી. જેના કેટલાય વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે.
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
