News of Monday, 24th June 2024
સુકમામાં નક્સલીઓએ સેનાની ગાડી પર કર્યો IED બ્લાસ્ટઃ ૨ જવાન શહીદ

સુકમા,તા. ૨૪: છત્તીસગઢના સુકમા વિસ્તારમાં ફરી એક વાર નક્સલીઓને મોટી ઘટનાને અંજામ આપ્યો છે. સિલગેર વિસ્તારમાં નક્સલીઓ દ્વારા આઈઈડી બ્લાસ્ટ કરવાના સમાચાર મળી રહ્યા છે. બ્લાસ્ટમાં ૨ જવાન શહીદ થઈ ગયા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર જોઈએ તો, જવાનોની મૂવમેન્ટની વચ્ચે નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો છે. ટ્રકના ટાર્ગેટ બનાવીને નક્સલીઓએ આઈઈડી પ્લાન્ટ કર્યો હતો. હાલમાં જવાનોએ આ વિસ્તારમાં સર્ચિંગ વધારી દીધું છે.
સિલગેરથી પૂર્વતી જતા રસ્તા પર નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો. વિસ્ફોટની ચપેટમાં આવવાથી કેટલાય જવાનો ઘાયલ થયા છે. ૨ ઘાયલ જવાનો શહીદ થઈ ગયા છે. હાલમાં બાકીના ઘાયલ જવાનોની સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણકારી આપતા એએસપી આકાશ રાવે જણાવ્યું કે, સુકમા જિલ્લાના ઝગરગુંડા વિસ્તારમાં કેમ્પ સિલગે અને તેકરગુડમની વચ્ચે તિમાપુરની નજીક રવિવાર બપોરે સુરક્ષા કાર્યમાં લાગેલી ગાડીઓને નક્સલીઓએ ટાર્ગેટ કર્યો હતો. આઈઈડી બ્લાસ્ટ કર્યો છે. આ દરમ્યાન ગાડીમાં રહેલા ૨૦૧ કોબરા બટાલિયનના ડ્રાઈવર વિષ્ણુ અને આરક્ષક શૈલેન્દ્ર શહીદ થઈ ગયા. ઘટનાની જાણકારી મળ્યા બાદ તાત્કાલિક સીઆરપીએફ અને કોબરા બટાલિયનની ટીમ પહોંચી ગઈ. બંને શહીદોની લાશને ઘટનાસ્થળેથી બહાર કાઢી. હાલમાં સર્ચિંગ ચાલી રહ્યું છે.
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
