તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th June 2024
રાજકોટ જિલ્લામાં ૧,પ૭,૭પ૭ બાળકોને પોલીયો વિરોધી રસીકરણઃ બાકીના માટે ઘરે-ઘરે પહોંચતી ટીમ
પ્રમુખ પ્રવીણાબેન અને ડી.ડી.ઓ. નવનાથ ગવ્હાણેના હસ્તે પ્રારંભ

રાજકમોમટ તા. ર૪: દેશમાંથી બાળ લકવા નાબુદી માટે બાળલકવા નાબુદી અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનના સારા પરિણામો મળી રહ્યા છે. અને દેશમાંથી બાળલકવા નાબુદ થવાની તૈયારી છે. આ અભિયાનના ભાગરૂપે તા. ર૪ જુન ર૦ર૪ના રોજ રાજકોટ જિલ્લામાં પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સણોસરા પોલીયો બુથનું ઉદ્દઘાટન રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીના હસ્તે કરવામાં આવેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોમટા પોલીયો બુથનું ઉદ્દઘાટન રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી લીલાબેન ઠુંમરના હસ્તે કરવામાં આવેલ, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. નવનાથ ગવ્હાણેના હસ્તે પોલીયો બુથનું ઉદ્દઘાટન કરવામાં આવેલ, તેમજ જિલ્લાના જુદા જુદા પોલીયો બુથનું ઉદ્દઘાટન ગામના સરપંચશ્રી અને ગામના લોક આગેવાનો દ્વારા કરવામાં આવેલ.
રાજકોટ જિલ્લામાં માન. જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ પોલીયો નાબુદી અભિયાન અંતર્ગત રાજકોટ ગ્રામ્ય પાંચ વર્ષથી નીચેના બાળકોને પોલીયો વિરોધી રસી આપવામાં આવેલ.
રાજકોટ જિલ્લાનું આ અંગેનું સંપુર્ણ આયોજન કરી રાજકોટ જિલ્લાના પાંચ વર્ષથી નીચેના બાળકોને પોલીયો વિરોધી રસી આપવામાં આવેલ.
રાજકોટ જિલ્લાનું આ અંગેનું સંપુર્ણ આયોજન કરી રાજકોટ જિલ્લાના પાંચ વર્ષથી નીચેના ૧૮૯૩૬૩ બાળકોને રસી આપવા માટે ૯૧૯ રસીકરણ બુથ અને ૧૭રર રસીકરણ ટીમો બનાવવામાં આવેલ. આ સંપુર્ણ કામગીરી આરોગ્ય કર્મચારી, આશા, આંગણવાડઠી કાર્યકર તથા સ્વયંસેવકો કામગીરી કરી રહ્યા છે. અસરકારક સુપરવીઝન માટે ૧૮૬ સુપરવાઇઝરો સુપર્વિઝન કરી રહ્યા છે. અંતરીયાળ વિસ્તાર, વાડી વિસ્તારમાં કામગીરી કરવા માટે ૧૮પ મોબાઇલ ટીમો બનાવવામાં આવી છે. રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન તથા મોટી સંખ્યામાં જયાં લોકો એકત્રિત થાય છે તેવી જગ્યાઓ માટે ૪૬ ટ્રાન્ઝીટ ટીમો બનાવવામાં આવેલ છે.
તા. ર૩ જુનના રોજ પ્રથમ દિવસે દરેક ગામમાં રસીકરણ બુથ બનાવી અને ત્યાં ૧પ૭૭પ૭ બાળકોને પોલિયો વિરોધી રસ આરોગ્ય ટીમ દ્વારા આપવામાં આવેલ. બીજા અને ત્રીજા દિવસે આરોગ્ય ટીમ ગામના દરેક ઘરોની મુલાકાત લઇ કોઇ બાળક બાકી નથી તેની ખાત્રી રસીકરણમાં બાળક બાકી રહી ગયેલ તેવા ૩૧૬૦૬ બાળકોને સ્થળ પર જ રસી આપવામાં આવશે. પલ્સ પોલીયો કાર્યક્રમના પ્રથમ બુથના દિવસ દરમ્યાન રાજકોટ જિલ્લામાં ૧પ૭૭પ૭ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવેલ.
આ કામગીરીને સફળતાપુર્વક અસરકારક અમલીકરણ માટે કલેકટર માન. શ્રી પ્રભવ જોષી તેમજ માન. જિલ્લા વિકાસ અધિકારશ્રી ડો. નવનાથ ગવ્હાણે (આઇએએસ)ના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી. કે. સિંઘ અને તેમની ટીમ દ્વારા સફળતાપુર્વક કામગીરી કરવામાં આવેલ.
(12:45 PM IST)










