News of Monday, 24th June 2024
રાજકોટના ન્યારી-ર માં પોણો ફુટ નવું પાણી આવ્યું: પોણો ફુટનો વધારો કરતા મેઘરાજા
સૌરાષ્ટ્રના ૭ ડેમોમાં નવા પાણીની આવકઃ ન્યારી-ર ડેમ ઉપર ધોધમાર ર ઇંચ : રાજકોટના આજી-૧માં ૦.૧૦ ફુટનો વધારો કુલ સપાટી ર૦.૮૦ ફુટ

રાજકોટ તા. ર૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ શરૂ કરી છે, જેના કારણે સૌરાષ્ટ્રના ૭ ડેમોમાં નવા પાણીની આવક થઇ હતી. રાજકોટના ન્યારી-ર ડેમ ઉપર ધોધમાર ર ઇંચ વરસાદ પડતા ડેમમાં પોણા ફૂટ નવા પાણીનો વધારો થયો હતો. અને હાલની કુલ જીવંત સપાટી ૮ાા ફુટે પહોંચી છે. આવી જ રીતે ફોફળમાં ૦.૧૦ ફુટ, તો આજી-૧માં ૦.૧૦ ફુટ નવું પાણી આવ્યું છે. આજી-૧ની સપાટી ર૦.૮૦ ફુટે પહોંચી છે.
આ ઉપરાંત મોરબીના મચ્છુ-ર માં ૦.૬૯ ફુટનો વધારો થતા હાલ જીવંત સપાટી ૮.૧૦ ફુટ થઇ છે. જયારે બ્રાહ્મણી-ર માં ૦.૧૬, વઢવાણ ભોગાવો-ર માં ૦.ર૦ તથા લીંબડી ભોગાવો-રમાં ૦.૧૬ ફુટનો વધારો નોંધાયાનું ડેમના કન્ટ્રોલ રૂમના અધીકારીઓ ઉમેરી રહ્યા છે.
(10:52 AM IST)










