તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd June 2024
રશિયાના દાગેસ્તાનમાં મોટો આતંકી હુમલો: પાદરીઓ અને પોલીસ અધિકારીઓ સહીત 9 લોકોના મોત :આતંકીઓ સાથે અથડામણ ચાલુ
દાગેસ્તાન અને મખાચકલાના દક્ષિણી રશિયન પ્રદેશોમાં બે ચર્ચ અને એક સિનાગોગ પર હુમલો: આતંકીઓએ 40થી વધુ લોકોને બંધક બનાવ્યા :બે આતંકીઓ ઠાર

નવી દિલ્હી : રશિયાના દાગેસ્તાન વિસ્તારમાં બે જગ્યાએ હુમલા થયા છે. સ્થાનિક પોલીસે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દાગેસ્તાન અને મખાચકલાના દક્ષિણી રશિયન પ્રદેશોમાં બે ચર્ચ અને એક સિનાગોગ પર હુમલો કરવામાં આવ્યો હતો.
એવું માનવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ 40થી વધુ લોકોને બંધક બનાવ્યા છે, એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બે આતંકવાદીઓ માર્યા ગયા છે. 9ના મોત થયા છે, 14 લોકો હોસ્પિટલમાં દાખલ છે.
અધિકારીઓ હજુ પણ મૃતકો વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. હાલમાં રશિયન નેશનલ ગાર્ડે ચાર્જ સંભાળી લીધો છે. આતંકી એક ઘરમાં છુપાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે
ચેચન્યાના વડા રમઝાન કાદિરોવે કહ્યું કે આતંકવાદીઓને સ્થળ પર જ ખતમ કરી દેવા જોઈએ, તેમનો કોઈ ધર્મ કે રાષ્ટ્રીયતા નથી.
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
