તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 24th June 2024
કોડીનારના મિતિયાજ ગામથી દેવળી ગામને જોડતા રસ્તા મુદ્દે શરતી સમાધાન
સરકારી જમીનમાં દબાણો દૂર થયા બાદ રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરાશેઃ કોન્ટ્રાકટર

કોડીનાર,તા. ૨૪: કોડીનાર તાલુકાના મિતિયાજ થી દેવળી ગામને જોડતા ખારાની નળ તરીકે ઓળખાતી જગ્યામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનું નોન પ્લાન નોન પ્લાન રસ્તા નું કામ મંજૂર થયેલું અને આ કામના કોન્ટ્રાકટ પણ અપાઈ ગયો હતો ખાતમુહૂર્ત થયું હતું રોડનું ખોદકામ કર્યું અને ત્યાર પછી અચાનક કામ બંધ કરી દેવાતા મિતિયાજ ગામના ખેડૂત જયસિંહ અરજણભાઈ બારડે આ રોડ તત્કાળ ન બને તો ખેડૂતોને ખેતરે પહોંચવું મુશ્કેલ બનશે અને ખેતરો પણ ધોવાય જશે.' જો કે પોલીસની સમજાવટ બાદ આત્મ વિલોપન કરવાનું જયભાઈ બારડે ટાળ્યું હતું.
આત્મવિલોપનની અરજી પાછી ખેંચીતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.જોકે આ રોડનું કામ કરી રહેલા કોન્ટ્રાકટરે કહ્યું કે, 'આ રસ્તા પર ખેડૂતોએ દબાણ કરેલું છે.અમે કઈ રીતે કામ કરીએ...!!? દબાણ હટાવવામાં આવે તો અમે કામ શરૂ કરીશું..' હાલ આ વિવાદ છછેડાયો છે આથી આ વિસ્તાર ના ખેડૂતોની ચીંતા વધી છે.
આ રોડનું કામ કરતા કોન્ટ્રાકટર તેજસભાઈ રાઠોડે જણાવ્યું હતું કે આ ૨૨૦૦ મીટર ની લંબાઈ અને ૭.૫ મીટર ની પહોળાઈ ધરાવતા આ રસ્તા ઉપર રોડનું કામ હાથ ધરતા આ રોડ ઉપર અનેક જગ્યાએ સરકારી જમીનમાં દબાણો હોય નિયમ મુજબ રસ્તો મળતો ન હોય માટે હાલ પૂરતું આ કામ સ્થગિત કરી તંત્રને સરકારી રસ્તા પરના દબાણ દૂર કરવા અંગેની અરજી કરી દીધી છે જે દબાણ ખુલ્લું થયા બાદ રસ્તો બનાવો શક્ય છે માટે હાલ પૂરતું કામ સ્થગિત કર્યું છે.
કાર્યપાલક ઈજનેર માર્ગ મકાન એસ જે મચ્છારે જણાવ્યું હતું કે આ રોડ પર દબાણ હોવાનું સામે આવી રહ્યું છે.માપણી સીટ મુજબ રોડની પહોળાઈ તપાસીને દબાણ ખુલ્લું કરવામાં આવશે. ત્યાર બાદ રોડનું કામ વહેલી તકે આગળ વધારી શકાશે.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
