<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

જન્મદિનની શુભેચ્છાથી ભીંજાતા સુરત કલેકટર ડો. સૌરભ પારધી

રાજકોટ : સુરતના જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીનો જન્મ તા. ર૩ જુન ૧૯૮૬ ના દિવસે થયેલ. ગઇકાલે ૩૯ માં વર્ષમાં પ્રવેશ નિમિતે શરૂ થયેલ શુભેચ્છા વર્ષા આજે પણ ચાલુ છે. તેઓ ર૦૧૧ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે.

મૂળ મહારાષ્ટ્રના વતની ડો. પારધી સૌરભ ઝામસિંઘ ભૂતકાળમાં છોટાઉદેપુર, અમદાવાદ અને વડોદરામાં જિલ્લા વિકાસ અધિકારી, જુનાગઢ અને જામનગરમાં જિલ્લા કલેકટર, ગુજરાત પ્રવાસન નિગમમાં મેનેજીંગ ડીરેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૦૬રરર સુરત.

(12:15 PM IST)