તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th June 2024
ધો. ૧૦-૧૨ની પૂરક પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ
રાજકોટના ૧૦૪૩૪ સહિત ગુજરાતભરમાં ૨ લાખ ૩૮ હજાર પરીક્ષાર્થીઓ

રાજકોટ તા. ૨૪ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ધો. ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. પૂરક પરીક્ષા માટે ધો. ૧૦માં ૪૧ કેન્દ્રો અને ૩૮૩ બિલ્ડીંગ તેમજ ધો. ૧૨માં ૩૪ કેન્દ્રો અને ૨૭૦ સ્કુલોમાં પરીક્ષા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. રાજકોટ શહેર - જિલ્લામાં ૨૮૦ બ્લોકમાં ૧૦૪૩૪ મળી સમગ્ર ગુજરાત રાજ્યમાં ૨.૩૮ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધો. ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા આજ ૨૪ જૂનથી શરૂ થઇ ૪ જુલાઇ સુધી ચાલશે. પરીક્ષાની તૈયારી માટે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ સ્તરની તૈયારી કરવામાં આવી છે. પૂરક પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી હેઠળ પરીક્ષા યોજાશે.
(3:57 PM IST)










