<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

અમરનાથની ગુફામાં થઈ પ્રથમ પૂજા

૨૯ જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા બાવન દિવસ ચાલશે અને ૧૯ ઓગસ્‍ટે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે

શ્રીનગર,તા. ૨૪: અમરનાથ ગુફામાં ગઈ કાલે પ્રથમ પૂજા કરવામાં આવી હતી. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડના અધ્‍યક્ષ અને જમ્‍મુ-કાશ્‍મીરના લેફટનન્‍ટ ગવર્નર મનોજ સિંહાએ તેમના સત્તાવાર એક્‍સ હેન્‍ડલ પર પોસ્‍ટ કર્યું હતું કે વાર્ષિક અમરનાથ યાત્રાના ઔપચારિક શુભારંભના અવસરે પ્રથમ પૂજા કરી હતી. બાબા અમરનાથના આશીર્વાદ લીધા અને તમામ લોકોના સારા સ્‍વાસ્‍થ્‍ય, પ્રગતિ અને ખુશહાલી માટે પ્રાર્થના કરી. કાશ્‍મીરમાં સમુદ્રની સપાટીથી ૩૮૮૮ મીટર ઉપર ગુફા મંદિરની પવિત્ર તીર્થયાત્રા હંમેશાં સાંપ્રદાયિક સદભાવનું પ્રતીક રહી છે, કારણ કે સ્‍થાનિક મુસ્‍લિમો યાત્રીઓને ગુફા મંદિર સુધી પહોંચવામાં મદદ કરે છે. ૨૯ જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા બાવન દિવસ ચાલશે અને ૧૯ ઓગસ્‍ટે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે.

(9:50 AM IST)