News of Monday, 24th June 2024
સુરત શહેર- ગ્રામ્યમાં સતત મેઘમહેર :બે દિવસથી વરસાદી માહોલ : વહેલી સવારથી ફરી મેઘસવારી
અડાજણ, રાંદેર, પાલ,ઉધના,વેસુ, રીંગરોડ, વરાછા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ :ઓલપાડના કુડસડ, કિમ, સાયણ, કઠોદરા, સાંધીએર સહિતના ગામોમાં છૂટો છવાયો વરસાદ

સુરત શહેરમાં ગતરોજથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, આજે સવારે પણ સુરત શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. સવારથી જ વરસાદી માહોલ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.
દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે જામી રહ્યું છે. સુરત જિલ્લામાં ગતરોજથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરત શહેરની વાત કરીએ તો ગતરોજ સુરત શહેરમાં બપોર બાદથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગત સાંજે શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત આજે પણ વહેલી સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે.
શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડતાં રાત્રીના સમયે ગરમીમાં રાહત મળી હતી અને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરનું વાતાવરણ વરસાદને કારણે આહલાદક લાગી રહ્યું છે.અડાજણ, રાંદેર, પાલ,ઉધના,વેસુ, રીંગરોડ, વરાછા સહિતના વિસ્તારોમાં વહેલી સવારે પણ ગાજવીજ સાથે વરસાદ ધાબક્યો હતો.
આજે વહેલી સવારથી સુરત જિલ્લામાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસડ, કિમ, સાયણ, કઠોદરા, સાંધીએર સહિતના ગામોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે ખેડૂતો ખુશીની લહેર જોવા મળી હતી.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
