<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

વિસામણ ગ્‍લોબલ સેલ્‍સ લિમિટેડનો IPO ખુલ્‍યોઃ પ્રથમ દિવસે જ અરજીઓનો ઢગલો

રાજકોટની વધુ એક કંપનીનું શેરબજારમાં ૧ જુલાઇએ લીસ્‍ટીંગ

‘અકિલા' કાર્યાલય ખાતે ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇના ટીમ વિસામણે આર્શીવાદ લીધા

આજે ‘અકિલા' કાર્યાલય ખાતે વિસામણ ગ્‍લોબલ સેલ્‍સ લી.ના સુરેશચંદ્ર વસા, મિતુલકુમાર વસા, બ્રિજેશ કુલરે, ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના આર્શિવાદ લીધા હતા અને કંપની અંગે માહિતી આપી હતી. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

વિસામણ ગ્‍લોબલ સેલ્‍સ લી.ના IPO ખુલવાનો હોય કંપનીના પ્રમોટર્સ મિતુલકુમાર વસા, સુરેશચંદ્ર વસા તથા પરિવારે ગઇ કાલે કુળદેવતા વિસામણદાદા તથા દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.

રાજકોટ,તા. ૨૪: સ્‍ટ્રકચરલ સ્‍ટીલ સપ્‍લાય અને ટ્રેડીંગના વ્‍યવસાયમાં અગ્રેસર એવી રાજકોટ બેઇઝ ધરાવતી વિસામણ ગ્‍લોબલ સેલ્‍સ લિમિટેડ પ્રાયમરી માર્કેટમાં  પ્રવેશ કરી રહી છે. કંપનીનો  આઈ.પી.ઓ. આજે ૨૪ જુને ખુલ્‍યો છે. અને ૨૬ જુને બંધ થશે.કંપની માર્કેટમાંથી ૧૬ કરોડ રૂપિયા એકઠા કરવાની ધારણા રાખે છે.ઇસ્‍યુ પ્રાઇઝ રીટેલ ઇન્‍વેસ્‍ટરો માટે ૪૩ રૂા. રખાઇ છે. લોટ સાઇઝ ૩ હજાર રહેશે.

આ આઈ.પી.ઓ. લાવવા પાછળ કંપનીનો હેતુ ગુજરાતના રાજકોટ શહેરમાં પ્રોડક્‍શન યુનિટ સ્‍થાપવા માટે મૂડી ખર્ચની જરૂરિયાતને પહોંચી વળવા તેમ જ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવું અને અન્‍ય સામાન્‍ય કોર્પોરેટ હેતુઓ માટેનો છે.

વિસામણ ગ્‍લોબલ સેલ્‍સ લિમિટેડના પ્રમોટર્સમાં મિતુલકુમાર સુરેશચંદ્ર વસા, સુરેશચંદ્ર ગુલાબચંદ વસા, શ્રીમતિ અવની એમ.વસા, શ્રીમતિ ઇલાબેન સુરેશચંદ્ર અને કુલર બ્રિજેશ નરેન્‍દ્રભાઇ છે. 

કંપની અત્‍યારે મુખ્‍યત્‍વે રાઉન્‍ડ ટ્‍યુબ, સ્‍ક્‍વેર પાઈપ્‍સ, રેકટેંગલ પાઈપ્‍સ અને ફોકસ પાઈપ્‍સ ઉપરાંતસ્‍ટ્રકચરલ સ્‍ટીલ એમ.એસ.એન્‍ગલમાં એમ.એસ. ચેનલ, એમ.એસ. એંગલ, એમ.સ. આઈ. બીમ્‍સ, એમ.એસ. પ્‍લેટ, એમ.એસ. ચેક્‍વીરેડ પ્‍લેટસ, એમ.એસ. ફલેટ્‍સ, એમ.એસ. રાઉન્‍ડ બાર, એમ.એસ. TMT બાર અને એમ.એસ. સ્‍ક્‍વેર બાર, એમ.એસ. રીટેઈલ, એમ.એસ. તી. બાર્સ, એમ.એસ. CR શીટ, કોઈલમાં BGL કોઈલ, GP (GI) કોઈલ, HR કોઈલ, CR કોઈલ અને કલર કોટેડ કોઈલ તથા શીટ્‍સમાં એમ.એસ.શીટ્‍સ, GP એન્‍ડ GC શીટ્‍સ, CR શીટ્‍સ, HR શીટ્‍સ અને પ્‍લેટસ, કલર કોટેડ શીટ્‍સ તથા રુફિંગ પફ પેનલ સપ્‍લાય કરે છે.  વધુમાં, કંપની  વર્તમાન ગ્રાહકોને મૂલ્‍ય વર્ધિત સેવા તરીકે ક્રેડિટ સુવિધા પણ પૂરી પાડે છે. વધુમાં, ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતને પહોંચી વળવા કસ્‍ટમાઇઝેશનની સુવિધા પ્રદાન કરે છે. કંપની  ફેરફાર અને ફેરફારની પ્રક્રિયા તૃતીય પક્ષને આઉટસોર્સ કરે છે. વધુમાં,  ગ્રાહકોને ઉત્‍પાદનોની ઓનસાઇટ ડિલિવરીની સુવિધા પણ આપે છે.

(2:50 PM IST)