News of Monday, 24th June 2024
રાજ્યમાં બપોરે 12 વાગ્યા સુધી કુલ 92 તાલુકામાં વરસાદ :દેવભૂમિ દ્વારકા અને ભાવનગરમાં સર્વત્ર મેઘરાજાની મહેર
સવારે 10થી 12 દરમિયાન કલ્યાણપુરમાં 34 મીમી, બોટાદના ગઢડામાં 18 મીમી, ભાણવડમાં 5 મીમી, ઉમરલામાં 9 મીમી, સિહોર, ઘોઘા, ભાવનગર અને તળાજામાં 3-3 મીમી, ગારિયાધાર અને જેસરમાં 2 મીમી વરસાદ નોંધાયો

અમદાવાદ : વહેલી સવાર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે બપોરે 12 વાગ્યા સુધી રાજ્યના કુલ 92 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે સવારે 10 થી 12ની વચ્ચે કુલ 20 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ભરૂચને છોડીને સૌરાષ્ટ્રના જ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. દેવભૂમિ દ્વારકા અને ભાવનગરમાં સર્વત્ર વરસાદ જોવા મળ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 34 મીમી, ભાણવડમાં 5 મીમી, ખંભાળિયામાં 3 મીમી જ્યારે ભાવનગરના ઉમરલામાં 9 મીમી, સિહોર, ઘોઘા, ભાવનગર અને તળાજામાં 3-3 મીમી, ગારિયાધાર અને જેસરમાં 2 મીમી વરસાદ નોંધાયો છે.
બોટાદના ગઢડામાં 18 મીમી, ભરૂચમાં 9 મીમી, બરવાળામાં 8 મીમી, લાઠીમાં 5 મીમી, દસાડામાં 3 મીમી, પોરબંદર, માળિયા હાટિના, બાબરા, જાફરાબાદમાં 2 મીમી અને લોધિકામાં 1 મીમી વરસાદ નોંધાયો છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
